જસદણના યુવકે નશામાં કહ્યું કે, ‘હું દારૂ પીવું છું અને 20 લીટર દારૂ વેચું છું, કોઈથી બીવાનું નથી’, પોલીસથી પણ…જુઓ ઘટનાનો વિડીયો…

મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક દારૂડિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દારૂડિયો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો છે. તાજેતરમાં જ બોટાદ-બરવાળામાં બનેલા લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી.

જેને લઈને રાજ્યમાં દારૂબંધી બાબતે પોલીસ તંત્ર સામે ઘણા બધા સવાલો ઊભા થયા હતા. લઠ્ઠા કાંડની ઘટના બન્યા બાદ પોલીસ એકશન મોડમાં આવી ગઈ હતી. અલગ અલગ જગ્યાએ ચાલતા દારૂના અડ્ડા પર રેડ પાડીને પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવ્યા હતા.

લઠ્ઠાકાંડની ઘટનાનો થોડોક સમય થઈ ગયો છે, ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે પોલીસની કામગીરી માત્ર દેખાડો જ હતો. જેના બોલતા પુરાવા રૂપે રાજકોટના જસદણના ગઢડીયા ગામમાં એક દારૂ વેચતા યુવકનો વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બ્લુ કલરનો શર્ટ પહેરેલો એક યુવક નશાની હાલતમાં દેખાઈ રહ્યો છે. આ યુવક નશાની હાલતમાં બબડી રહ્યો છે કે, “હું દારૂ પીવું છું અને દારૂ વેચું છું, કોઈ ન વેચે એટલો દારૂ હું વેચું છું”. વીડિયોમાં જોઈ શકો છો કે યુવક બોલી રહ્યો છે કે હું દરરોજ 20 લીટર દારૂ વેચું છું.

વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ યુવક પોલીસને ખુલ્લેઆમ પડકારો આપી રહ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા જ સદણ પોલીસની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવક કહી રહ્યો છે કે હું દારૂ વેચું છું. નાખી દો વોટ્સએપમાં આ વિડીયો. આ યુવક પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતો અને પોલીસની આબરૂને ધૂળધાણી કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોઈને તમારું શું મંતવ્ય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*