ભાવનગરના એક યુવાનો ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, જાણો શા માટે કર્યું આવું…

88

આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ભાવનગરની એક એવી જ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના RTO રોડ પર રહેતા એક યુવાને લેણદારોના સતત ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો છે.

ઘટનાની જાણ કરતા યુવાનના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. યુવાને પોતાનો જીવ ટૂંકો કર્યા પહેલા નોટ પણ લખી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર RTO રોડ પરના શિવમ નગરમાં રહેતા બ્રિજેશભાઈ વસંત ભાઈ નાકરાણીએ આજરોજ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો છે. મળતી માહિતી અનુસાર બ્રિજેશભાઈ બોરતળાવ રોડ પર પાન-માવાનો ગલ્લો ચલાવતા હતા.

મળતી માહિતી અનુસાર યુવકે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સુરતના કોઈ વ્યક્તિ દ્વારા તેને નાણા અંગે માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. જેથી કંટાળીને યુવકે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

પોલીસ દ્વારા ચિઠ્ઠીને કબજે કરી લેવામાં આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનાના કારણે પરિવારમાં એક શોખ નો માહોલ ફરી વળ્યો હતો.

રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ ઓએ પોતાનો જીવ ટૂંકો કર્યો હશે. આ ઘટના બનતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!