સુરતમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે સુરતમાં સીટી બસ અને બીઆરટીએસ બસ અકસ્માતને લઈને સતત વિવાદોમાં રહે છે. ત્યારે સીટી બસની નીચે કચડાઈ જતા વધુ એક યુવકનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ચાલતી સીટી બસમાંથી અચાનક જ નીચે પડી જતા યુવક બસના ટાયરની નીચે કચડાઈ ગયો હતો.
આ કારણોસર તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા વ્યક્તિની પત્ની ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોતાના પતિના મૃતદેહને જોઈને પત્નીએ હૈયાફાટ રૂદન કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી વિશ્રામનગર સોસાયટીમાં 38 વર્ષના સુબ્રાતી સફરખાન પોતાના પરિવાર સાથે રહેતા હતા.
ગઈકાલે તેઓ સીટી બસમાં કતારગામ દરવાજા જઈ રહ્યા હતા, જેથી તેઓ સિંગણપુર થી 254 નંબરની સીટી બસમાં બેઠા હતા. જ્યારે તેઓ કતારગામ દરવાજા પહોંચ્યા ત્યારે અચાનક જ તેઓ ચાલુ સીટી બસમાંથી નીચે પડી ગયા હતા.
આ કારણસર તેઓ સીટી બસની નીચે કચરાઈ ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી..
અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ સિટી બસ અટકાવીને ડ્રાઇવરને પકડી પાડ્યો હતો અને પછી પોલીસને સોંપી દીધો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ મૃત્યુ પામેલા યુવકની પત્ની રૂબીના ઘટના સ્થળે દોડી આવી હતી.
પોતાના પતિના મૃતદેહને જોઈને રૂબીના હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં મોકલી આપ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment