જો સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વાયરલ વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠતા હોય છે. ત્યારે હાલમાં લગ્નમાં નાચતા એક યુવક અને પોલીસ કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં લગ્નમાં નાચતા નાચતા એક યુવક ભાન ભૂલી ગયો હતો અને રસ્તા પરથી જતા પોલીસ કર્મચારી સાથે કંઈક એવું કર્યું કે પોલીસનો તો બાટલો ફાટી ગયો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક જાન રસ્તા પરથી પસાર થતી જોવા મળી રહી છે.
જાનમાં જાનૈયાઓ મન મૂકીને ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન એક પોલીસ કર્મચારી જાનની પાસેથી પસાર થાય છે. ત્યારે જાનમાં નાચતો નાચતો એક યુવક પોલીસ કર્મચારી પાસે આવી પહોંચે છે. પોલીસ કર્મચારી પાસે પહોંચીને યુવક સૌપ્રથમ પોલીસ કર્મચારીને ગળે લગાવે છે અને પછી પોલીસ કર્મચારીના ગાલ પર ચુંબન કરે છે.
ત્યાર પછી તો પોલીસ કર્મચારીનો બાટલો ફાટી જાય છે અને યુવકના ગાલ ઉપર એક થપ્પડા લગાવી દે છે. જેના કારણે યુવક ડાન્સ કરતો કરતો પાછળ ભાગી જાય છે અને પોલીસ કર્મચારી તેના તરફ આગળ વધે છે. ત્યારે તો એવું લાગતું હતું કે પોલીસ કર્મચારી યુવકને સારો એવો મેથીપાક આપશે પરંતુ પોલીસ કર્મચારીએ યુવકને જાવા દીધો હતો.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે અને ફની રિએક્શન આપી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો ટ્વિટર પર Ghar Ke Kalesh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.
Wholesome kalesh in Marriage🥰 pic.twitter.com/NnHd4jdIDt
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 13, 2023
વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે અને 1500 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈ લોકો કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો તો કહી રહ્યા છે કે ડાન્સ કરી રહેલો યુવક નિશાની હાલતમાં હશે નહીંતર તે આ પગલું ઘરે જ નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment