રોડ ક્રોસ કરી રહેલા યુવકને ઝડપી સ્વિફ્ટ કારે જોરદાર ટક્કર લગાવી, યુવક 15 ફૂટ સુધી હવામાં ઉછળીને… જુઓ ઘટનાના ધ્રુજાવી દેતા CCTV ફૂટેજ…

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. મોટેભાગની અકસ્માતની ઘટનાઓ સ્પીડના કારણે બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી કારે રોડ ક્રોસ કરી રહેલા યુવકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે રોડ ક્રોસ કરી રહેલો યુવક 15 ફૂટ સુધી હવામાં ઉછળીને રોડ ઉપર પડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

આ ગંભીર અકસ્માતની ઘટના ઝુંઝુનુમાંથી સામે આવી રહી છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું નામ સંદીપકુમાર છે અને તેની ઉંમર 26 વર્ષની છે.

સંદીપ કુમાર એક બાઈકના શોરૂમમાં સ્ટોર કીપર તરીકે કામ કરે છે. તે શોરૂમમાં બિલિંગ અને એકાઉન્ટિંગનું ધ્યાન રાખે છે. ગુરૂવારના રોજ સાંજના સમયે પાંચ વાગ્યાની આસપાસ સંદીપ કંપનીમાંથી સામાન્ય લેવા માટે રોડ ક્રોસ કરીને બીજી બાજુ આવેલી દુકાન પર જતો હતો. જ્યારે સંદીપ રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતી સફેદ રંગની સ્વીફ્ટ કારે સંદીપને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલે જોરદાર હતી કે સંદીપ ફૂટબોલની જેમ હવામાં ઉછળીને રોડ પર નીચે પડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં સૌપ્રથમ સંદીપને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ગંભીર રીતે ઇજા પહોંચવાના કારણે સંદીપને ત્યાંથી વધુ સારવાર માટે જયપુર રિફર કરવામાં આવ્યો હતો. હાલમાં સંદીપની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજના આધારે કારચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*