આજ રોજ સવારે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં રોડ ક્રોસ કરતાં એક યુવકને ટ્રક ચાલકે કચડી નાખ્યો હતો. આ કારણસર રોડ ક્રોસ કરનાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મોત થયું હતું. ટ્રક ચાલકે સૌપ્રથમ રોડ ક્રોસ કરનાર યુવકને ટક્કર લગાવી હતી અને ત્યારબાદ તેને ઘસડીને પોતાની સાથે લઈ ગયો હતો.
આ અકસ્માતની ઘટના રાજસ્થાનના બિકાનેર માંથી સામે આવી રહી છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં એક પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક વ્યક્તિ રોડની એક બાજુથી બીજી બાજુ જઈ રહ્યો છે.
જ્યારે તે રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે રોડ પરથી પસાર થતા એક ઝડપી ટ્રકે તેને કચડી નાખ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રોડ ક્રોસ કરનાર 25 વર્ષીય શ્રીભગવાન સરસવા નામનો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
રોડ ક્રોસ કરી રહેલા યુવકને ઝડપી ટ્રક ચાલકે કચડી નાખ્યો, યુવકનું ઘટના સ્થળે કરુણ મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો… pic.twitter.com/n5A25AFiqR
— GUJJU ROCKZ (@gujju_rockz) August 7, 2023
લોકો કાંઈ સમજે તે પહેલા તો અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ત્યાર પછી સ્થાનિક લોકો અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા. પરંતુ અહીં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.
આ ઘટના બનતા જ મૃતક વ્યક્તિના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ટ્રક ચાલકની બેદરકારીને કારણે એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment