એક યુવકે હાઈટેન્શન લાઈનના ટાવર પર ચડીને આખા ગામને લીધું માથે…જુઓ વિડિયો

60

રાજસ્થાનના બુંદી જિલ્લાના હિંડોલી ઉપખંડના તાલબા ગામમાં આવેલા જિલા જેલ ની સામે આજરોજ સવારે એક યુવક હાઇટેન્શન લાઈનના ટાવર પર ચડી ગયો હતો. આ યુગની એટલા ઊંચા ટાવર પર જોઈને નીચે ઊભેલા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.

ત્યારબાદ નીચે ઉભેલા લોકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકની ટાવર પરથી નીચે ઉતારવા માટેની કામગીરી શરૂ કરી દીધી હતી.

પરંતુ થોડીક વાર બાદ યુવક પોતે જ ટાવર પરથી નીચે ઉતર્યો અને ખેતરમાં દોડવા લાગ્યો. ત્યારબાદ પોલીસ તેની પાછળ દોડે છે અને તેને પકડી પાડે છે. અને હાલમાં યુવકનું મેડિકલ કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર યુવક માનસિક રીતે બીમાર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર 27 વર્ષનો યુવક સવારના દસ વાગ્યાની આસપાસ હાઈટેન્શનના ટાવરની ટોચ પર ચડીને બેસી ગયો હતો. યુવકને ટાવર પર બેસેલો જોઈને નીચે લોકોની ભીડ જામી ગઇ હતી.

ત્યાર બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી પોલીસને આવતા જોઈને લગભગ એક કલાક બાદ યુવક જાતે જ ટાવર પરથી નીચે ઉતરી ગયો અને પોલીસથી બચવા ખેતરમાં દોડવા લાગ્યો હતો. ત્યારબાદ પોલીસે તેનો પીછો કરીને તેને કસ્ટડીમાં લીધો હતો.

ગામના લોકો દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું કે ટાવર પર માનસિક રીતે બીમાર છે. આ ઉપરાંત માનસિક રીતે બીમાર હોવાના કારણે યુવતીના પિતાએ તેની સારવાર કરાવી હતી પરંતુ તેની માનસિક બીમારી સુધરતી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!