ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતા યુવકે સુસાઈડ કરવા કાર તળાવમાં કુદાવી દીધી, પછી કંઈક એવું બન્યું કે… જુઓ ભયંકર મોતનો લાઇવ વિડિયો…

Published on: 6:13 pm, Mon, 8 May 23

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગત એક તારીખના રોજ એક ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં મોડી રાત્રે એક બેકાબુ કાર ગોરી સરોવરમાં પડી ગઈ હતી. ત્યારે તો બધાને એમ જ થયું કે આ એક અકસ્માતની ઘટના છે. પરંતુ હવે આ ઘટનાને લઈને એક મોટો ખુલાસો થયો છે.

મળતી માહિતી અનુસાર આ કોઈ અકસ્માતની ઘટના નહીં પરંતુ સુસાઇડની ઘટના છે. જાણવા મળી રહ્યું છે કે કાર ચાલકે જાણી જોઈને કાર સરોવરમાં કુદાવી દીધી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પ્રેમ પ્રકરણના કારણે યુવકે સુસાઇડ કરવા માટે કારને તળાવમાં કુદાવી આવી હતી.

આ ઘટનામાં MP 30 BC 0843 નંબરની કાર તળાવમાં પડી હતી. સમગ્ર ઘટના બની ત્યારે રાહુલ નામનો વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો. રાહુલ બ્રેકઅપ થયું હતું આ કારણોસર તે ખૂબ જ ડિપ્રેશનમાં હતો. ઘટનાના દિવસે રાહુલે તેની ગર્લફ્રેન્ડને વીડિયો કોલ કરીને મળવા માટે બોલાવી હતી.

પરંતુ તેની પ્રેમિકાએ મળવા આવવાની ના પાડી હતી. આ વાતથી નારાજ થઈને રાહુલે કાર તળાવમાં કુદાવી દીધી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ રાહુલનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે રાહુલની સાથે કારમાં બેઠેલા તેના બે મિત્રો સુરક્ષિત રીતે બચી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનાને લઈને પોલીસે બંને મિત્રોના અલગ અલગ નિવેદનો લીધા છે. ત્યારે પોલીસને જાણવા મળ્યું કે રાહુલે તેના ગર્લફ્રેન્ડ સાથે વાત કરી હતી. ત્યાર પછી તે કાર તળાવ તરફ લઈ ગયો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

હાલમાં સમગ્ર ઘટનાને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રાહુલના મૃત્યુનો સાચો કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે અને ઘણા લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો