Viral video: આજકાલ લોકો સોશિયલ મીડિયા પર એવા એવા સ્ટંટ કરે છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણીવાર આવા સ્ટંટ લોકોને ભારે પણ પડે છે, કાળઝાળ ગરમીથી બચવા યુવક યુવતીએ એવું કામ કરી દીધું છે કે હવે તેમને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડી શકે છે. મુંબઈની(Mumbai) પાસે આવેલા ઉલ્હાસ નગર(Ulhas Nagar) વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં એક યુવક યુવતી રસ્તાની વચ્ચે સ્કુટી પર બેસીને નહાઈ રહ્યું છે. ગરમીથી તે એટલા પરેશાન થઈ ગયા કે સ્કુટી પર જ પાણીની ડોલ ભરીને લઈને બેસી ગયા અને નાહવા લાગ્યા. સ્કુટી સવાર કપલની હરકતથી લોકો ચોકી ઉઠ્યા છે. વીડિયોમાં જોવા મળી રહેલા યુવકનું નામ આદર્શ શુક્લા છે,
અને તે ચુભતી જલતી ગરમી કા મોસમ આયા તેના પર રીલ બનાવી રહ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ ઠાણે પોલીસે આદર્શ શુક્લાના વિરુદ્ધ હેલ્મેટ ન પહેરવા અને જીવ જોખમમાં મૂકવાની ફરિયાદ દાખલ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ ક્લિપને WeDeserveBetterGovt નામના એક પેજ પરથી શેર કરવામાં આવી છે.
હવે વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહારાષ્ટ્ર ઠાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં ટ્રાફિક સિગ્નલ પર એક પુરુષ અને મહિલાને સ્કૂટર પર બેઠેલા જોઈ શકાય છે. મહિલા લીલી ડોલ લઈને બેઠી છે અને લાલ ટબથી પોતાના પર પાણી નાખે છે અને પછી આગળ બેઠેલા યુવક પર પાણી નાખે છે જે વાહન ચલાવી રહ્યો છે. આ હરકતની ફરિયાદ લોકોએ ટ્વિટર પર ડીજીપી મહારાષ્ટ્ર અને ઠાણે પોલીસને ટેગ કરતા કરી છે.
@DGPMaharashtra @ThaneCityPolice
This is ulhasnagar, Is such nonsense allowed in name of entertainment? This happened on busy Ulhasnagar Sec-17 main signal.Request to take strict action lncluding deletion of social media contents to avoid others doing more nonsense in public. pic.twitter.com/BcleC95cxa— WeDeserveBetterGovt.🇮🇳 (@ItsAamAadmi) May 15, 2023
લોકોએ કહ્યું કે તે ઉલ્હાાસનગર છે, શું મનોરંજન ના નામ પર આ પ્રકારની બકવાસની પરવાનગી છે ? આ વ્યસ્ત ઉલ્હાાસનગર સેક્ટર 17 મેન સિગ્નલ પર થયું છે. આ પોસ્ટને સોશિયલ મીડિયા પરથી હટાવીને સંબંધિત લોકો પર કાર્યવાહી કરવા માટેનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. તેના પર સીટી પોલીસે ગંભીરતા બતાવતા એવું પણ લખ્યું છે કે ટ્રાફિક કંટ્રોલરૂમ, ઠાણે પોલીસને આ સંબંધમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment