ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક યુવક અને યુવતીનું મૃતદેહ એક સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતું મળી આવ્યું હતું. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
યુવતીના હાથમાં મહેંદી હતી અને તેના કપાળમાં સિંદૂર પુરેલું હતું. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને એના લગ્ન કરી અને ત્યારબાદ એક સાથે સુસાઇડ કરી લીધું છે. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના ભોપાલમાંથી સામે આવી રહે છે. શુક્રવારના રોજ મોડી રાત્રે બંનેના મૃતદેહ એક ઝાડ પર લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.
ત્યાર પછી સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન પોલીસને યુવતીના પર્સમાંથી તેનું આધારકાર્ડ અને એક માર્કશીટ મળી હતી. ત્યારે જાણવા મળ્યું કે સુસાઇડ કરનાર યુવતીનું નામ ધરમવતી લોધી હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી.
જ્યારે મૃત્યુ પામેલા યુવકનું નામ દેવેન્દ્ર લોધી હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. બંને એકબીજાના સંબંધી થતા હતા. આ સમગ્ર ઘટનાને લઈને યુવતીના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, તેમની દીકરી 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યાની આસપાસ કોઈને કાંઈ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તે ગુમ થઈ ગઈ હતી અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.
બંને કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર બંને પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. પ્રાથમિક તપાસમાં એવો બહાર આવ્યું છે કે, બંનેના લગ્ન બાદ સામાજિક બહિષ્કારના ડરથી બંને એક સાથે સુસાઇડ કરી લીધું હોય છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment