એક યુવક અને યુવતીએ સાથે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે ભર્યું આ પગલું…

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક યુવક અને યુવતીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના રાવલધી ગામમાં બની હતી. રાવલધી ગામના રહેવાસી 20 વર્ષીય નવીનકુમાર નામનો યુવક અને 18 વર્ષીય મોનું નામની યુવતીએ મંગળવારના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ ઘરેથી ગુમ થઈ ગયા હતા.

યુવતી જ્યારે ઘરેથી ગુમ થાય ત્યારે તેના ઘરે તેની એક નાની બહેન હતી. યુવતીની નાની બહેને તેને માતાને જણાવ્યું હતું કે, મોનુ સવારની 11 વાગ્યાની ઘરની બહાર નીકળી ગઈ છે. નવીન કુમારે પણ 11 વાગ્યાની આસપાસ જ ઘરની બહાર નીકળી ગયો હતો. મોડી રાત થઈ ગઈ છતાં પણ બંને ઘરે પહોંચ્યાં હતા.

આ પરિસ્થિતિમાં બંનેના પરિવારજનો એ બંનેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બંનેનો પત્તો લાગ્યો નહીં. તેથી બીજા દિવસે ગુરૂવારના રોજ બપોરે બન્નેના પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બન્નેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ ને ગુરુવારના રોજ રાત્રે બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર પોલીસે નવીન મોબાઇલ ટ્રેસ કરીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.ત્યારબાદ પોલીસે આ ઘટનાની જાણ બંનેના પરિવારજનોને કરી હતી. પરિવારને જાણ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા.

મળતી માહિતી અનુસાર યુવક અને યુવતી બંને એક ગામના હતા. બંનેની જ્ઞાતિ અને ગોત્ર પણ એક જ હતું. બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. પરંતુ બંનેના પ્રેમ સંબંધમાં બંને ના ગોત્ર અને ગામના લોકો વચ્ચે આવતા હતા. જેને તેઓ બંને પાર કરવા માંગતા ન હતા. આથી બંને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*