સુરતના વેસુ વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના વેસુ વિસ્તારમાં એક કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને તેઓને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થી સારવાર અધૂરી છોડીને હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો તેવું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતી બીએડની વિદ્યાર્થીની હોવાનું સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આ સમગ્ર ઘટનાને લઇને યુવતીઓના પરીવારે યુવક પર એવો આરોપ લાગ્યો છે કે યુવકે યુવતીની કોપીમાં ઝેર નાખીને યુવતીનો જીવ લઈ લીધો છે આવો આક્ષેપ લગાડતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
આ ઘટનાને લઇને યુવતીના પરિવારે કહ્યું કે જ્યાં સુધી યુવકની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમારી દીકરી ની અંતિમ વિધિ નહીં થાય. સિવિલ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ આ ઘટના સોમવારના રોજ મોડી સાંજે બની હતી.
મળતી માહિતી અનુસાર સાંજના સમયે એમ્બ્યુલન્સમાં યુવક અને યુવતીને ઝેરી દવા પીધી હોવાની વાત સાથે સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરે જ્યારે તપાસ કરી ત્યારે યુવતીનું મૃત્યુ થયું હતું. અને યુવકને સારવાર ચાલી રહી હતી ત્યારે યુવક અધુરી સારવાર મૂકીને હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીનું નામ મધુસ્મિતા સુશાંત શાહુ શાહી હતું તેની ઉંમર બાવીસ વર્ષની હતી. તે ડિંડોલી વિસ્તારમાં રહેતી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતી ભગવાન મહાવીર કોલેજ માં અભ્યાસ કરતી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment