માતાના મૃત્યુના એક વર્ષ બાદ આઘાતમાં 19 વર્ષના દીકરાએ ઘરમાં ગળાફાંસો ખાઈ લીધું – દીકરાએ લખેલી સુસાઇડ નોટ વાંચીને આંખમાં આંસુ આવી જશે…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતાના મૃત્યુના એક વર્ષ પછી 19 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ યશ હતું.

લગભગ એક વર્ષ પહેલા કેન્સરના કારણે યશની માતાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. માતાના મૃત્યુના કારણે યશને ખૂબ જ આઘાત લાગ્યો હતો. જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. જેના કારણે આખરે યશ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

19 વર્ષના યશે શનિવારના રોજ સાંજે ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. યશે આ પગલું ભર્યું ત્યારે તેની બહેન ઘરમાં હોલમાં ટીવી જોઈ રહી હતી. ઘણો બધો સમય થઈ ગયો છતાં પણ યશ રૂમમાંથી બહાર ન આવ્યો તેથી તેની બહેને રૂમની અંદર જઈને તપાસ કરી હતી.

ત્યારે રૂમમાં બેહનને યશનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ દ્રશ્યો જોઈને તેના હોશ ઉડી ગયા હતા અને તેને આ ઘટનાની જાણ તાત્કાલિક તેના પપ્પાને કાકાને કરી હતી. ત્યારબાદ યશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

યશે એક સુસાઇડ નોટ પણ લખી હતી, તેમાં તેને લખ્યું હતું કે, મિસ યુ મમ્મી…, મારી બચતના પૈસા મારી મોટી બહેનને રક્ષાબંધનમાં ભેટમાં આપી દેજો. મારા મૃત્યુ માટે હું પોતે જ જવાબદાર છું. યશના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. લગભગ એક વર્ષ પહેલા યશની માતાનું કેન્સરના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

માતાના મૃત્યુનો સૌથી મોટો આઘાત યશને લાગ્યો હતો. તે પોતાની માતાને ખૂબ જ પ્રેમ કરતો હતો. માતાના મૃત્યુ બાદ તે ખૂબ જ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો. તે પોતાની માતાની યાદો ભૂલી શકતો ન હતો. છેવટે ડિપ્રેશનમાં આવીને તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*