એક મહિલાનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યું, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મહિલાના પતિ અને પુત્રોએ મળીને…

મિત્રો આજકાલ કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ કરી શકાય તેમ નથી કારણ કે સંબંધી લાલ જ લોકો પોતાના સંબંધો પણ ભૂલી જાય છે. ત્યારે હાલમાં બનેલી તેવીજ એક ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવે છે. આ ઘટના બનતા જ ગામમાં અને પરિવારજનોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર આ ચોંકાવનારી ઘટના ઔરૈયા શેત્રમાં આવેલી અટસુ વિસ્તારની છે. અહીં એક ખંડેર મકાનમાંથી એક મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું. મહિલાનો મૃતદેહ પાસેથી એક ધારદાર વસ્તુ પણ મળી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મહિલાના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું અને ધારદાર વસ્તુ કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામેલી મહિલાની ઉંમર 48 વર્ષની હતી અને મહિલાનું નામ ગુડ્ડી દેવી હતું. મૃત્યુ પામેલી મહિલા પોતાના પતિ ભગવાન સિંહ સાથે શ્રી નગર વિસ્તારમાં રહેતી હતી. મળતી માહિતી અનુસાર ગુડ્ડી દેવીને પોતાના પતિ અને ત્રણ દીકરા સાથે સાથે છેલ્લા થોડા દિવસોથી માથાકૂટ ચાલતી હતી.

ગુડી દેવીની બહેને ગુડ્ડી દેવીને પોતાના ઘરેણા સાચવવા આપ્યા હતા. 10 એપ્રિલના રોજ જ્યારે પૂનમ પોતાની બહેન ગુડ્ડી દેવીના ઘરેણા લેવા આવી ત્યારે ગુડ્ડી દેવીએ જણાવ્યું કે, મારા પતિએ ઘરેણા અને થોડીક જમીન વેચી દીધી છે મળતી માહિતી મુજબ મંગળવારના રોજ સવારે ગુડ્ડી દેવીના પુત્રો ગૌરવ, સૌરભ અને વિપિન તેને જમીન રાખવાનું છે.

તેમ કહીને મોહાદીપુરા લઇ ગયા હતા. ત્યારબાદ ગુડ્ડી દેવી ઘરે પરત ફરતા નથી. આથી ગુડ્ડી દેવીની બહેન ગુડ્ડી દેવીના નાના પુત્ર વિપિનને ફોન કર્યો હતો પરંતુ વિપિનને ફોન ઉપાડ્યો નહી. ત્યારબાદ પૂનમ એ બીજા દિવસે વિપિનને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન વ્યસ્ત આવી રહ્યો હતો.બીજા દિવસે પુનમને શંકા થતાં પૂનમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે.

ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસ દરમિયાન બુધવારના રોજ બાર વાગ્યાની આસપાસ એક ખંડેર મકાનમાં પડેલા ખાટલા પાસેથી ગુડ્ડી દેવીનું મૃતદેહ મળી આવ્યું હતું. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ગુડ્ડી દેવીનો જીવ તેના પતિ ભગવાન સિંહ અને ત્રણેય પુત્રોએ મળીને લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*