માતા-પિતાના ઘરે જતી મહિલાનું રસ્તામાં અકસ્માતમાં કમકમાટીભર્યું મોત… 5 બાળકો માં વગરના થઈ ગયા…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. આ ઘટના બધા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના બિહારના ગોપાલગંજમાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ ચિંતા દેવી હતું.

ચિંતા દેવી પોતાના ભત્રીજા સાથે બાઈક પર પોતાના પિયરમાં જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં એક બાઈક સવાર યુવકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં ચિંતા દેવી અને તેમનો ભત્રીજો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારબાદ બંનેને તાત્કાલિક સારવાર માટે ગોપાલગંજની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ચિંતા દેવીને ગંભીર ઈજા પહોંચી હતી એટલે તેમને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના બનતા જ મૃતક મહિલાના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ચિંતા દેવીના મૃત્યુના કારણે એક દીકરા અને ચાર દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*