કામ પતાવીને ઘરે જતી મહિલાને ઝડપી ઈકો કાર ચાલકે ઉડાડી… મહિલાનો દર્દનાક મોત… પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ધોરાજી-ઉપલેટા હાઇવે પર બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. અહીં કારની અડફેટમાં આવતા એક 42 વર્ષની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે પર જતી ઇકો કારે મહિલાને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલાનું કરુણ મોત થયું છે. હાલમાં આ ઘટનાને લઈને ધોરાજી પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટના બનતા જ મૃતક મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

પામેલી મહિલાનું નામ સોનલબેન હતું અને તેઓ ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં રહેતા હતા. ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું.

મહિલાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. સોનલબેન હોટલમાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા. તેઓ હોટલમાં કામ પતાવીને ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ઇકો કારે તેમને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનામાં સોનલબેનનું દર્દનાક મોત થયું હતું. આ ઘટના બનતા જ સોનલબેન ના પરિવારજનોને આસપાસના લોકોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. ઘટનાને લઈને હાલમાં પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*