છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં સાપ કરડવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધાબા પર સૂતેલી એક મહિલાને ખતરનાક ઝેરીલા સાપે ડંખ માર્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં મહિલાનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ લીલાવતી દેવી હતું અને તેમની ઉંમર 45 વર્ષની હતી. આ ઘટના આજરોજ સવારે બિહારના ભોજપુરમાં બની હતી.
સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પતિએ જણાવ્યું કે, શુક્રવારના રોજ રાત્રે ભોજન કર્યા બાદ તેઓ તેમની પત્ની સાથે ધાબા પર સુવા માટે ગયા હતા. થોડીક વાર બાદ તેઓ ધાબા ઉપરથી નીચે સુવા માટે આવી ગયા હતા. ત્યારે તેમની પત્ની લીલાવતી દેવી ટેરેસ પર સૂતી હતી.
ત્યારે આજરોજ વહેલી સવારે એક ઝેરીલા સાપે લીલાવતી દેવીને ડંખ માર્યો હતો. ત્યારબાદ મહિલાએ ચીસો પાડી હતી. મહિલાની ચીસો સાંભળીને પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને પછી પરિવારના સભ્યોએ સાપનો જીવ લઈ લીધો હતો અને પછી મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ મહિલાનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ બે દીકરા અને બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા આજે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment