ગોંડલમાં રીબડા ચોકડી પર સુઈ રહેલી મહિલાને કાર ચાલકે કચડી નાખી, મહિલાનું દર્દનાક મોત… જુઓ કાળજુ કંપાવી દેનારો વિડિયો…

હાલમાં અકસ્માતોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, જેના કારણે અનેક નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. થોડા સમય પહેલા જ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક જેગુઆર કાર ચાલકે દસ લોકોનો ભોગ લીધો હતો. આવી ઘટનાઓ બાદ પણ લોકો તેમાંથી બોધપાઠ લેતા નથી, પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક વાહનો હંકારતા હોય છે.

ત્યારે આવી જ એક ભયાનક અકસ્માતની ઘટના ગોંડલ થી સામે આવી છે, ગોંડલ રાજકોટ હાઇવે પરની રીબડા ચોકડી પર સૂઈ રહેલી આધેડ મહિલા પર કારના વ્હીલ ફરી વળતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો, પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતક મહિલાની ઓળખ થવા પામી નથી, 19 ઓગસ્ટ ના રાત્રીના 12:00 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. રીબડા ચોકડી પર આવેલી બાપા સીતારામ હોટલની બાજુમાં પાણીના પરબ પાસે સૂઈ રહેલા આશરે 50 વર્ષના અજાણ્યા વૃદ્ધા કારની અડફેટે ચડતા તેમનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હાલમાં ગોંડલ તાલુકા પોલીસે કારચાલક ની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ સુત્રો અનુસાર અજાણ્યા મહિલા એકલવાયું જીવન જીવતા હોય અને બે ત્રણ દિવસથી હોટલની બાજુમાં રોડ પર આવેલા પાણીના પરબ પાસે રહેતા હતા. રાત્રે પાણીના પરબ પાસે મહિલા સૂઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થયેલી કારના વ્હીલ મહિલા પર ફરી વળ્યા હતા.

પોલીસના સૂત્રો અનુસાર કાર ચાલક હોટલ પર ઉભો રહ્યો હતો અને ત્યારબાદ કાર લઈને હોટલથી રવાના થયો ત્યારે અકસ્માત સર્જાયો હતો. હાલ કાર ચાલક ફરાર છે, અજાણી મહિલાના વાલી વારસોએ તાલુકા પોલીસના વિજય સરિયા સિવિલ હોસ્પિટલ ખાતે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશ માધડ નો સંપર્ક કરવા તાલુકા પોલીસ ની યાદીમાં જણાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*