વ્યારામાં 181 મહિલા હેલ્પલાઇનમાં કામ કરતા મહિલા પોલીસ કર્મચારીનું અચાનક થયું મોત, કારણ જાણે એમ હતું કે…

Published on: 3:08 pm, Sat, 11 November 23

મિત્રો હાલમાં દિવાળીના તહેવારની રજાઓ ચાલી રહી છે ત્યારે તાપી જિલ્લામાંથી 181 મહિલા હેલ્પલાઇનમાં ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મચારીનું મોત થયું છે ત્યારે વ્યારા સ્થિત પોલીસ લાઈનમાં રહેતા જયશ્રીબેન પટેલ પોતાના ઘરની રૂમમાં જ મૃત હાલતમાં જોવા મળ્યા હતા.

વ્યારા પોલીસે અગમ્ય કારણસર મોત નીપજયું હોવાની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મિત્રો મૃતક એએસઆઈ ડાયાબિટીસ અને પેટના દુખાવાથી પીડિત પણ હતા.મહિલા પોલીસના મોત થી પોલીસ મેળામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને સાથે સાથે થોડાક

દિવસ પહેલા પાટણના સમી રાધનપુર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા અને સાથે સાથે આ દુર્ઘટનામાં અન્ય નવ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા અને આ અકસ્માતમાં મહિલા પોલીસ કર્મચારી રેખાબેન

અને તેમના પતિનું મોત થયું હતું તો બાળકનું પણ કરુંન મોત નીપજ્યું છે.જ્યારે મિત્રો બીજી કારમાં નવ લોકોને નાની મોટી ઇજાઓ થતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

અને તાપી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને અકસ્માત નડ્યો હતો. વ્યારા માંડવી રોડ પર રામપુરા નજીક બોલેરો અર્થે બાઈક સવાર પોલીસ કર્મચારી સતિષભાઈ ચૌધરીને પણ અકસ્માત નડ્યો હતો અને તેમને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વ્યારામાં 181 મહિલા હેલ્પલાઇનમાં કામ કરતા મહિલા પોલીસ કર્મચારીનું અચાનક થયું મોત, કારણ જાણે એમ હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*