અમદાવાદમાં સિટીલાઇટ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, સુસાઈટનોટમાં લખી ચોંકાવનારી વાત…

આજકાલ દિવસેને દિવસે રાજ્યમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો માનસી પરેશાની અને ઘણા લોકો આર્થિક પરેશાની કારણે પોતાનો જીવ ટૂંકો કરે છે. ત્યારે અમદાવાદ શહેરની એક જીવ ટૂંકો કરવાની ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે.

મહિલાએ જીવ ટૂંકો કર્યા પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી. પોલીસે આ સમગ્ર મામલાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મહિલા અમદાવાદની સિટીલાઇટ વિસ્તારમાં રહેતી હતી.

મહિલાએ શા માટે પોતાનો જીવ ટૂંકો કર્યો છે તેનું હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યો નથી. મળતી માહિતી અનુસાર સિટીલાઇટ વિસ્તારમાં આવેલ શેલરાજ બંગલોઝમાં મહિલાએ જીવ ટૂંકો કર્યો છે તેવી જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે આવી હતી.

અને પોલીસ તપાસમાં પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, મારા મૃત્યુથી ઘણા લોકો ખુશ થશે, બધા ખુશ રહેજો તેવી શુભેચ્છાઓ છે. મને ખબર જ છે કે મારા મૃત્યુ પછી ઘણા લોકો ખૂબ જ ખુશ રહેશે અને ઘણા લોકો દુઃખી થશે, પણ બસ એક જ વસ્તુ કહેવી છે કે, મારા મૃત્યુ પછી દેવાંશી અને યાના મા-બાપ વગરની થઈ જશે તો મારા ભાગની જમીન મકાન કે ખોડીયાર તેલાવ બધું જ મારી બંને દીકરીને આપજો.

આ ઉપરાંત લખ્યું હતું કે મહેરબાની કરીને સીપી પાપાજી આ તમારા ચિરાગ અને તેની પત્ની ની અંતિમ ઇચ્છા હતી કે, અમારી દિકરીઓ ખૂબ જ સુખી રહે જેમ અત્યારે તમારી દીકરી કવિતા અને પારુલ છે.

આટલું કરશો તો મારી આત્માને શાંતિ મળશે. અને મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. તેમની એક દિકરી હતી જે હવે નથી, ધન્યવાદ મમ્મીએ આ હતી મારા તરફથી તમને બર્થ ડે ગિફ્ટ કવિતાની ખુશી જે તમારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*