સુરત શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં લિવ ઈનમાં રહેતી મહિલાનો અજાણ્યા શખ્સ દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. પતિ માહિતી અનુસાર મહિલાનો જીવ તેના પ્રેમીએ લઇ લીધો હતો. જ્યારે મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો ત્યારે મહિલા સાથે તેની એક વર્ષની દીકરી હાજર હતી.
માહિતી અનુસાર મહિલાના ગળાના ભાગે પ્રહાર કરીને મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. પોલીસે હાલમાં પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પ્રેમિકાની અટકાયત કરીને વધુ પુછપરછ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મહિલા નો જીવ લઈને પ્રેમી દુકાને ભાગી ગયો હતો.
થતી માહિતી અનુસાર કાપોદ્રા સ્માર્ટ સોસાયટી પાસે ગૌતમ પાર્કમાં પ્રકાશ રણછોડભાઈ પટેલ રહે છે. તેની પત્ની આશા છેલ્લા સાડા ત્રણ વર્ષથી તેનાથી અલગ રહે છે. બંનેના ડિવોર્સ માટે તેમનો કેસ હજુ પણ ચાલી રહ્યો છે. તે માહિતી અનુસાર ત્રણ વર્ષથી પ્રકાશ સ્નેહલતા નામની મહિલા સાથે ગૌતમ પાર્ક માં રહે છે. સ્નેહલતા નેપાળની મૂળ રહેવાસી છે. તેમને એક વર્ષની દીકરી પણ છે.
મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ પ્રકાશિત સ્નેહલતાને ફોન કર્યો હતો. પરંતુ સ્નેહલતાનો ફોન બંધ આવતો હતો. તેથી પ્રકાશિત પોતાના પાડોશીને ફોન કર્યો તો કે સ્નેહલતા નો ફોન શા માટે બંધ આવી રહ્યો છે. અને તેની તપાસ કરવાનું કહ્યું હતું.
જ્યારે પડોશી સ્નેહલતાના ઘરે પહોંચ્યા ત્યારે સ્નેહલતા મૃત્યુ પામેલી હાલતમાં જોવા મળી હતી. ત્યારબાદ પડ્યો છે આ ઘટનાની જાણ તાત્કાલિક પ્રકાશની કરી હતી. ઘટનાની જાણ થતાં પ્રકાશ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સ્નેહલતા જીવ લઈ લેવાના કેસમાં પ્રકાશની અટકાયત કરીને તેની વધુ પૂછપરછ કરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન પ્રકાશે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. લવ ઇન માં રહીને પ્રકાશે સ્નેહલતાનો જીવ લઈ લીધો હતો તેવી કબુલાત કરી છે. મળતી માહિતી અનુસાર ધારદાર વસ્તું વડે પ્રકાશિત સ્નેહલતા નો જીવ લઇ લીધો હતો અને ત્યારબાદ દુકાન ચાલ્યો ગયો હતો. જીવ લેવામાં વપરાયેલી વસ્તુ ખાંડબજાર ગરનાળા પાસે સર્વોદય બેંકની નજીક ફેંકી દીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment