વડોદરામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આજકાલ વડોદરા શહેરમાં જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરા પોલીસને કરોલીબાગમાં એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે તેવી જાણ થઈ હતી. મળતી માહિતી મુજબ અહીં પિયરમાં આવેલી દીકરીનો પડોશમાં રહેતી એક મહિલાએ જીવ લઇ લીધો હતો.
આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આરોપી મહિલાની ધરપકડ કરે તે પહેલાં તો તે ભાગી ગઈ છે.
સમગ્ર ઘટનાને લઇને પોલીસે જણાવ્યું કે, મહિલા પોલીસ સ્ટેશન સામે મણિયાર મોહલ્લામાં સાંજના સમયે બે પડોશી મહિલાઓ વચ્ચે માથાકુટ થઇ હતી. માથાકૂટ એટલી વધી ગઈ કે સબીના નામની મહિલાએ નીનાજબા નામની મહિલાનો ધારદાર વસ્તુ વડે જીવ લઇ લીધો.
હાલમાં પોલીસ આરોપી સબીનાની શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે 22 વર્ષીય નિનાજબા નામની મહિલા વડોદરાના મહિલા પોલીસ સ્ટેશન સામે આવેલા મણિયાર મોઢામાં તેના ઘરે પિયરમાં આવી હતી. ત્યારે પડોશમાં રહેતી સાથે નિનાજબાની માથાકૂટ થઈ ગઈ હતી.
બંને વચ્ચે માથાકૂટ એટલી વધી ગઈ કે, સબીનાએ ધારદાર વસ્તુ વડે નિનાજબાના પર પ્રહાર કર્યા હતા. ત્યારબાદ પરિવારના લોકો અને સ્થાનિક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી નિનાજબાને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ ગયા હતા.
ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. આ દરમિયાન સબીના પણ હોસ્પિટલ પહોંચી હતી પરંતુ તે ત્યાંથી ભાગી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment