આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં જીવન ટૂંકાવવાની એક ઘટના સામે આવી છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પ્રેમ લગ્ન બાદ પતિ સાથે રહેતી પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર પતિ પત્ની મૂળ રાજસ્થાનના અલવરના રહેવાસી હતા. તેઓ ગત વર્ષે વડોદરામાં રહેવા આવ્યા હતા. મૃત્યુ પામેલી મહિલાની માતાની ફરિયાદ છે કે, જમાઈ તેની દીકરીની દારૂ પીને દરરોજ ધુલાઈ કરતો હતો.
આ ઉપરાંત બે વખત મારી દીકરી પાસે ગર્ભપાત કરાવ્યું હતું. જેના કારણે પોતાના પતિથી કંટાળીને મારી દીકરીએ અંતિમ પગલું ભરી લીધું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલા રાજસ્થાનના અલવર ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે બની હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ નમિતા છે. નમિતાની માતાએ કહ્યું કે સાત ડિસેમ્બરના રોજ ફોન આવ્યો હતો કે, તમારી દીકરી એ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે.
અને નમિતાના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. નમિતાના માતાનો આક્ષેપ છે કે, નમિતાનો પતિ અમિત કહેતો હતો કે, તને હવે બાળક થતો નથી, તું હવે જાતો મારે બીજા લગ્ન કરવા છે.
આટલું નહિ પરંતુ મારી દીકરીની દરરોજ દારૂ પીને ધુલાઈ પણ કરતો હતો. આ બધાથી કંટાળીને મારી દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment