રાજકોટ શહેરમાં બનેલો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા મરેલો સાપ લઈને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. ત્યાર પછી મહિલાએ ડોક્ટરને કંઈક એવી વાત જણાવી કે સાંભળીને ડોક્ટર પણ ચોકી ઉઠ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રાજકોટના રહેવાસી દુર્ગાબેન ચૌહાણ નામની મહિલા હાથમાં મરેલો સાપ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.
નાના હાથમાં સાપ જોઈને હોસ્પિટલમાં હાજર તમામ લોકો ડરી ગયા હતા. દુર્ગાબેન ચૌહાણ જણાવ્યું હતું કે, “તેઓ રાત્રે ઊંઘમાં હતા ત્યારે તેમની પથારીમાં આ શાપ ઘૂસી આવ્યો હતો અને સવારે ઉઠ્યા ત્યારે આ ઘટનાની જાણ તેમને થઈ હતી. સાપ કરડીયો છે કે નહીં તે તેમને ખબર ન હતી.
જેથી તેમને મીઠું ખાધું તો તેને મીઠું ખારું લાગવાની જગ્યાએ મીઠુ લાગ્યું હતું એ પછી મરચું ખાધું તો તીખું લાગવાને બદલે મીઠું લાગ્યું હતું” ત્યારે સાપ કરડવાની તેમને શંકા ગઈ અને તેઓએ તાત્કાલિક 108 ની ટીમને ફોન કર્યો હતો. 108 આવ્યા બાદ તાત્કાલિક દુર્ગાબેન ચૌહાણને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં તેઓ પોતાની સાથે એક મરેલો સાપ પણ થેલીમાં ભરીને લાવ્યા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા બાદ દુર્ગાબેન ત્યાં હાજર ડોક્ટરને થેલીમાં રહેલો સાપ બતાવીને કહ્યું હતું કે, “સાહેબ આ સાપ મને કર્યો છે. મારી સારવાર કરો” થેલીમાં મરેલો સાપ જોઈને ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં વિચિત્ર કિસ્સો, એક મહિલા મરેલો સાપ લઈને હોસ્પિટલ પહોંચી, જુઓ વીડિયો #Rajkot #Guajrat pic.twitter.com/aJqDBEhse6
— News18Gujarati (@News18Guj) February 22, 2023
ત્યારબાદ ડોક્ટરે તાત્કાલિક મહિલાની સારવાર કરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાલમાં મહિલા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. હાલમાં આ ચોકાવનારા કિસ્સાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચારેબાજુ ચાલી રહી છે. આ વિચિત્ર કિસ્સો સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment