એક મહિલા બાલ્કનીમાંથી સ્લીપ ખાઇ જતા 9માં માળેથી નીચે પડી, પછી બન્યો એવો બનાવ કે…જુઓ વિડિયો…

93

આપણામાં કહેવત કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે! ત્યારે તે ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર એક મહિલા 9મા માળેથી નીચે પડે છે છતાં પણ મહિલા નો જીવ બચી જાય છે જાણો શું છે સમગ્ર હકીકત.

જ્યારે એક મહિલા નવમા માળે પોતાનું કામ કરવા માટે બાલ્કનીમાં આવે છે ત્યારે તે સ્લીપ ખાઇ જાય છે અને બાલ્કની ની બહારની બાજુ તે લટકાથી જોવા મળી રહી છે.

ત્યારે મહિલાનો પતિ મહિલા ને બચાવવા માટે તેનો હાથ 3 મિનિટ સુધી પકડી ને રાખે છે. આ દ્રશ્ય બનતા જ આસપાસ નીચે ઊભેલા લોકોમાં અફરાતફરી મચી જાય છે અને નીચે ઉભેલા લોકો બુમાબુમ કરવા લાગે છે.

પરંતુ નીચે ઊભેલા તમામ વ્યક્તિઓ એક સાથે મળીને મહિલા નીચે પડે તે પહેલા જ નીચે ગાદલા પાથરી દે છે. મહિલાનો પતિ 3 મિનિટ સુધી તેનો હાથ પકડે છે. પરંતુ છેવટે મહિલાનો હાથ છૂટી જાય છે,

અને મહિલા નવમાં માળેથી નીચે પડે છે. પરંતુ નીચે ગાદલા પાથરેલા હોવાના કારણે મહિલાનો જીવ બચી જાય છે. મહિલાને આ સમગ્ર ઘટનામાં નાની-મોટી ઇજા પહોંચે છે.

ભાવ પરથી સાબિત થાય છે કે જ્યાં સુધી તમારો જવાનો વારો નથી આવ્યો ત્યાં સુધી તમારા મૃત્યુના દ્વાર થી પાછા આવી શકો છો બાકી તો બેઠા-બેઠા જીવ જતો રહે છે. આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થયેલો છે. નીચે ઊભેલા તમામ લોકોએ બહાદુરીથી મહિલા નો જીવ બચાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!