હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક ઝડપી કાર્ય સ્કૂટી સવાર એક વ્યક્તિને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે સ્કુટી સવાર વ્યક્તિ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ અકસ્માતની ઘટના તેલંગાણાની રાજધાની હૈદરાબાદ માંથી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કાર એક મહિલા ચલાવી રહી હતી અને તે નશાની હાલતમાં હતી. સવાર વ્યક્તિને ટક્કર લગાવ્યા બાદ મહિલા કાર લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી.
આ ઘટનામાં સ્કુટી સવાર વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલો વ્યક્તિ હૈદરાબાદના નાગરિક સંસ્થાનો કર્મચારી છે.
પોલીસ હાલમાં આરોપી મહિલાની શોધખોળ કરી રહે છે. સદનસીબે આ ઘટનામાં સ્કૂટી સવાર વ્યક્તિનું જીવ ગયો નથી. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે સ્કુટી પર સવારે એક વ્યક્તિ જઈ રહ્યા છે. આ દરમિયાન સામેથી આવતી એક ઝડપી કાર તેમની સ્કૂટીને જોરદાર ટક્કર લગાવે છે.
નશાની હાલતમાં કાર ચલાવતી મહિલાએ સ્કુટી સવાર વ્યક્તિને ઉડાડ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… જુઓ અકસ્માતનો હચમચાવી દેતો વિડિયો… pic.twitter.com/YlTPkZOF1n
— GUJJU ROCKZ (@gujju_rockz) July 11, 2023
અકસ્માતની ઘટના બન્યા બાદ મહિલા થોડીક વાર માટે કાર ઘટના સ્થળે ઉભી રાખે છે અને પછી ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. આજથી થોડાક દિવસ પહેલા આવી જેક ઘટના હૈદરાબાદમાં બની હતી. હૈદરાબાદમાં 4 જુલાઈના રોજ મોર્નિંગ રોગ પર નીકળેલી ત્રણ મહિલાઓને એક ઝડપી કાર્ય જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે આ ઘટનામાં બે મહિલાઓના ઘટના સ્થળે મોત થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment