ગુજરાતના રાજકોટ(Rajkot) શહેરમાં છેલ્લા ઘણા સમયથી સોસાયટીની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી સિનર્જી હોસ્પિટલમાં(Synergy Hospital) છેલ્લા એક વર્ષથી તબિયત તરીકે સેવા આપતી મહિલાએ મોડી રાત્રે પોતાના ફ્લેટ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને ગાંધીગામ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો બિંદીયાબેન બોખાણી નામની મહિલા છેલ્લા એક વર્ષથી સિનર્જી હોસ્પિટલના ઓપીડી વિભાગ અને ઇમર્જન્સી વિભાગમાં સેવા આપી રહ્યા હતા. તેમજ તેઓ છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં તબીબ તરીકે પણ નોકરી કરતા હતા. બિંદીયાબેન ની ઉંમર 25 વર્ષની હતી અને તેઓ માધાપર ચોકડી પાસે આવેલ અતુલ્યમ એપાર્ટમેન્ટના આંગન-એકમાં રહેતા હતા.
ગઈકાલે બિંદીયાબેનની માતા જાનુબેન બોખાણીએ દીકરીને ફોન કર્યો હતો. ત્યારે બિંદીયાબેન ફોન ઉપાડતા ન હતા. પછી પડોશીને વાતની જાણ કરીને ફ્લેટનો દરવાજો ખોલાવ્યો હતો. ત્યારે અંદરથી મહિલા ડોક્ટરનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસને તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં તેમને લખ્યું હતું કે, “હું જિંદગીથી કંટાળી ગઈ છું, બધા ખુશ રહેજો કોઈનો વાંક નથી” અગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવતા બિંદીયાબેનના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ બિંદીયાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ દીકરીના અમૃતદેહને સમજીને માતા પિતા અંતિમ વિધિ માટે પોતાના મૂળ ગામ તરફ જતા રહ્યા હતા. આ દરમિયાન સિવિલ હોસ્પિટલ દ્વારા માતા-પિતાને જણાવવામાં આવ્યું કે, તેઓ જે મૃતદેહ લઈ ગયા છે તે તેમની દીકરીનું મૃતદેહ નથી પરંતુ અન્ય મહિલાઓનું મૃતદેહ છે. ત્યાર પછી માતા પિતા ફરી પાછા આવ્યા હતા અને પછી હોસ્પિટલમાં તેમને તેમની દીકરીનો મૃતદેહ મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment