ગુજરાતના આ ગામનો ભણેલો ગણેલો યુવક બન્યો ખેડૂત… કેળાની ખેતી કરીને વર્ષે કમાય છે લાખો રૂપિયા…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ઘણી વખત તો તમે સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે કે, ભણેલા ગણેલા યુવકો પોતાની લાખો રૂપિયાની નોકરી મૂકીને ખેતીના રસ્તે જતા રહેતા હોય છે અને પછી ખેતી કરીને લાખો રૂપિયા કમાતા હોય છે.

ત્યારે આજે આપણે એવા જ એક યુવકની વાત કરવાના છીએ. ભણેલો ગણેલો આ યુવક કેળાની ખેતી કરીને સારી એવી આવક મેળવી રહ્યો છે. આ યુવક છોટા ઉદયપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા માછીપુર ગામનો રહેવાસી છે. યુવક કેળાની ખેતી કરીને સારી એવી આવક કમાઈ રહ્યો છે.

આ યુવકનું નામ વૈભવ પ્રભાતભાઈ માછી છે અને તેની ઉંમર 31 વર્ષની છે. વૈભવે MSC એગ્રીકલ્ચર જિનેટિક એન્ડ પ્લાન્ટ બિલ્ડીંગ કોર્સ કર્યો છે. છેલ્લા છ વર્ષથી તે પોતાના પિતા સાથે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. મિત્રો તમને જણાવી દઈએ કે વૈભવ એ 100 એકર જમીનમાં કેળાનું વાવેતર કર્યું છે અને દર વર્ષે તે એક લાખ કેળાના છોડનું વાવેતર કરે છે.

વૈભવે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તેને બાળપણથી ખેતી જોઈ છે. તેને ખેતીનો ખૂબ જ રસ હતો એટલે તેને ખેતી સાથે જોડાયેલો અભ્યાસ કર્યો છે. મારા પિતાએ મારું ભણતર ખૂબ જ સારું કરાવ્યું છે. હવે હું મારું ભણતર ખેતીમાં ઉપયોગ કરીશ. મિત્રો તમને જણાવી દઈએ કે, વૈભવ કેળાની ખેતી કરે છે અને તે દિલ્હી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા મોટા રાજ્યોમાં કેળા મોકલે છે.

એક કેળાના છોડ પાછળ લગભગ 100 રૂપિયા જેટલો ખર્ચો થાય છે અને પછી તે છોડમાંથી વૈભવ 300 રૂપિયા જેવી આવક કરે છે. તમને જણાવી દઈએ કે, વૈભવ વર્ષે 1 લાખ કેળાના છોડનું ઉત્પાદન કરે છે. એટલે તમે ગણતરી કરી શકો છો કે વૈભવ વર્ષે કેટલા લાખ રૂપિયા કમાતો હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*