હાલ તો આપણી સમક્ષ એવો કિસ્સો સામે આવ્યો છે કે જેનાથી સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જશે જેમાં એક યુવતી પોતાના બિઝનેસમેન પિતાએ સોશિયલ મીડિયાનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દેતા યુવતી 13 વર્ષની કે જે ઘર છોડીને ભાગી ગઈ. આ 13 વર્ષની દીકરીએ તેના પિતાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું તેનાથી તેણે ભયાનક પગલું ઉઠાવ્યો.
વિસ્તૃતમાં જણાવતા કહીશ તો તે પોતાના મમ્મીના મોબાઇલમાંથી ચેટ કરતી હતી. તેથી પપ્પાએ ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ ડીલીટ કરી નાખતા સગીરા રવિવારે સાંજે ભાગી ગઈ હતી અને ઘરે પરત ન ફરતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. હાલ તો આ મામલે પરિવારજનો એ વિદ્યાધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પર નોંધાવી હતી.
વાત જાણે એમ છે કે આ સગીરા આઠમા ધોરણમાં ભણી રહી છે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તેથી એ બાળકીની શોધ ખોળમાં પોલીસ ટીમ મોકલવામાં આવે છે.જેમાં પરિવારના મોબાઈલ નંબરની કોઈ ડીટેલ કઢાવી એ બાળકી પોતાની દાદી નો ફોન લઈને ભાગી ગઈ હતી અને એ ફોન માત્ર ઇનકમિંગ જ હતો.
પોલીસ દ્વારા એ બાળકની શોધ ખોળ હાથ ધરવામાં આવે. એટલું જ નહીં પરંતુ પોલીસ દ્વારા કોલ ટ્રેસિંગ થી લોકેશન કાઢવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એ સગીરા હાલ અજમેરમાં છે. તેથી પોલીસે અજમેર પોલીસને જાણ કરી અને ત્યાં સુધીમાં સગીરા ત્યાંથી પણ નીકળી ગઈ હતી.
તેથી વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનના એસએચઓ વિરેન્દ્ર પુરી લે પોલીસ ટીમને બિયાવર તરફ રવાના કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે બાળકી એક રોડવેઝ બસમાં સુઈ રહી છે. પિતાએ માત્ર જ્યારે પોતાની દીકરી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ યુઝ કરે છે એની જાણ થતા એ ઇન્સ્ટાગ્રામ ડીલીટ મારી દીધા.
બાળકી એ આવડું મોટું પગલું ભર્યું હતું એટલું જ નહીં પરંતુ જ્યારે પિતાએ એ સગીરાનો એકાઉન્ટ ડિલીટ મારી દેતા સગીરા નારાજ થઈ ગઈ હતી. તેનો જે મિત્ર હતો એ બિકાનેરમાં રહે છે તેથી યુવતી પોતાના ઘરેથી ફોટો લઈને બસ સ્ટેન્ડ પહોંચી હતી તેવું જાણવા મળ્યું. હાલ તો ઓપરેશન મિલાપ અંતર્ગત પોલીસે એ બાળકીને શોધી કાઢે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment