લગ્નમાં વરરાજાની માથે અચાનક જ દિવાલ પડી, લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ… હિંમ્મત હોય તો જ આ વિડીયો જોજો…

Published on: 1:37 pm, Mon, 8 May 23

 Viral Video: મિત્રો લગ્ન એક એવો મોકો છે જે દરેક લોકો માટે ખૂબ જ સ્પેશિયલ હોય છે. જોકે કેટલીક વખત લગ્નના આ શુભ પ્રસંગમાં કંઈક એવી ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં લગ્નના દિવસે વરરાજા સાથે કંઈક એવી ઘટના બની કે વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો. સોશિયલ મીડિયા પર હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વિડીયો એક લગ્ન દરમિયાન બનેલી દુર્ઘટનાનો છે. લગ્ન હોવાના કારણે ચારેય બાજુ ખુશીઓનો માહોલ હતો.

ઘરે મહેમાનો આવી ગયા હતા અને ચારેય બાજુ લગ્નની તૈયારીઓ ચાલુ હતી. સંબંધીઓ લગ્નના રીતે રિવાજ કરવા લાગ્યા હતા અને મજાક મસ્તી ચાલતી હતી. ત્યારે અચાનક જ ઉપરથી એક દિવાલ તૂટીને વરરાજાની માથા ઉપર પડી હતી. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

એક જ ઝટકામાં લગ્નની ખુશીઓ માતમ માં ફેરવાઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ દરમિયાન વરાજો અને દુલ્હન લગ્નના રિવાજો નિભાવી રહ્યા છે. આસપાસ ઘરના લોકો અને સગા સંબંધીઓ ઉભેલા જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન ઉપરથી દીવાલનો એક ટુકડો સીધો વરરાજાની ઉપર પડ્યો હતો. જેના કારણે વરરાજા ઢળીને જમીન પર પડી ગયો હતો. ત્યારબાદ સગા સંબંધીઓએ વરરાજાને ઉઠાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈપણ પ્રકારની માહિતી સામે આવી નથી.

વરરાજા સાથે આગળ શું થયું તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર gujjufactss નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો