આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા અકસ્માત ના વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે છે. રવિવારે ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઇવે પર સર્જાયેલા અકસ્માતે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખાસ કરીને ભાવનગર જીલ્લો મોતના માતમ માં ફેરવાઈ ગયો છે, ચારધામની યાત્રાએ ગયેલા પતિ પત્ની, બહેન ભાઈ અને મિત્રો મહાદેવની ભક્તિમાં લીન હતા.
બસમાં ગાઈડ તમામને સ્થળ વિશે જાણકારી આપી રહ્યા હતા અને રસ્તો ખૂબ જ ખરાબ હતો. અચાનક ડ્રાઈવરે સ્ટેઈરીંગ પરથી કાબુ ગુમાવતા બસ સીધી 50 મીટર ઊંડા ખાડામાં ખાબકી હતી. આ ભયંકર દુર્ઘટનાની થોડી ક્ષણ પહેલા જ બસમાં સવાર એક યાત્રીકે એક વિડીયો ઉતાર્યો હતો.
જે આ અહેવાલના માધ્યમથી તમને બતાવી રહ્યા છીએ, વિગતવાર જાણીએ તો ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઇવે પર રવિવારે બસ જઈ રહી હતી. જેમાં ગુજરાતના 35 યાત્રિકો સવાર હતા, તમામ પોતાની મોજમાં મસ્ત અને ભક્તિમાં લીન હતા. આ તમામને ક્યાં ખબર હતી કે થોડીક વારમાં જ મોટી દુર્ઘટના ઘટવાની છે.
તમામ યાત્રીકોને બસમાં ગાઈડ જાણકારી આપતા હતા અને અચાનક બસ ખીણમાં ખાબકી જેમાં ગુજરાતના 35 પૈકી ભાવનગરના સાત યાત્રીકોના મોત નીપજ્યા હતા. જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ભાવનગરના સાત પૈકી પાલીતાણા ના 29 વર્ષીય કરણ ભાટીનું મોત થયું છે. જેનો અંતિમ વિડીયો પણ સામે આવ્યો છે, જેઓ શીશ નમાવીને દર્શન કરે છે. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ મારો આખરી વિડિયો હશે, મૃતક કરણ ભાટીના કાકાએ જણાવ્યું હતું કે બે દીકરા ચારધામની યાત્રાએ ગયા હતા.
કાલે ફોન આવ્યો કે તમારા દીકરા જે બસમાં હતા તે ખાઈમાં પડી ગઈ છે. અકસ્માતમાં મોતને ભેટનાર કરણ ભાટી ત્રણ સંતાન ના પિતા હતા. તેઓનું મોત થતા બે પુત્રી અને એક પુત્રને પિતાની છત્રછાયા ગુમાવવી પડી છે. કરણના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment