અરે બાપ રે આને તો જુઓ…! ઓફિસમાં કામ કરતા વાંદરાનો વિડીયો થયો વાયરલ… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડિયો સામે આવતા હોય છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. સોશિયલ મીડિયા પર ઘણી વખત પ્રાણીઓ ના વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં પ્રાણીઓ કંઈક એવું કરતા જોવા મળે છે જેને જોઈને આપણને નવાઈ લાગે છે.

હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ અચરજ પામી જશો. હવે ઓફિસમાં વાંદરો કામ કરશે તો શું તમે માનશો ? અમને પણ એક ક્ષણ માટે વિશ્વાસ ન થયો પણ આ વિડીયો એ તમામ ભ્રમ તોડી નાખ્યો છે. એક વ્યક્તિએ વાંદરાનો વિડીયો બનાવ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઓફિસની અંદર એક વાંદરો બેઠો છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ કોઈ સરકારી ઓફિસ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વાંદરો ટેબલ પર આરામથી બેઠો છે, આમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે કોમ્પ્યુટર ચલાવતો જોવા મળે છે.

ખરેખર ખૂબ જ રમુજી વિડિયો છે, આ વિડીયો ક્યાંનો છે તે અંગે માહિતી બરાબર આવી નથી. આ વીડિયો પર લોકોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે માણસ હોય કે વાંદરો કામ કરે, કામ પૂરું થતું નથી.

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે એક તો એમ જ બેરોજગારી છે, આમાં આપણે બધા ક્યાં જઈશું ? ઘણા બધા યુઝર્સ ફની રીપ્લાય પણ આપ્યા છે જેને વાંચીને તમે હસી પડશો. એક યુઝરે લખ્યું કે આ વાંદરો અહીં કેવી રીતે આવ્યો, ટેબલ પર કોઈ નહીં હોય તો જ એ અંદર ઘુસ્યો હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*