મિત્રો ટીમ ઇન્ડિયાના યુવા ઓપનર ખેલાડી પૃથ્વી શો ઉપર મુંબઈમાં એક યુવતી દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ક્રિકેટર પૃથ્વી શો અને તેના ફેન્સ વચ્ચે સેલ્ફીને લઈને માથાકૂટ થઈ ગઈ હતી. જેના કારણે પૃથ્વી શો સાથે સેલ્ફી લેવા આવેલા ચાહકોએ તેમની કાર ઉપર બેઝબોલના બેટ વડે પ્રહાર કર્યા હતા.
જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે પૃથ્વી શોએ સેલ્ફી લેવાની મનાઈ કરી હતી, એના કારણે ગુસ્સામાં ભરાયેલા ચાહકે બેઝ બોલના બેટ પૃથ્વી શોની કાર પર પ્રહાર કર્યા હતા. એટલો જ નહીં પરંતુ પૃથ્વી શોની કાર પરનો વિંગશિલ્ડ પણ તોડી નાખ્યો હતો અને 50000 રૂપિયાની ડિમાન્ડ કરી હતી.
સમગ્ર ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ ઘટનાને લઈને 8 લોકો સામે FIR દાખલ કરી છે. જેમાંથી બે લોકોની તો ઓળખ પણ થઈ ગઈ છે. જેમાં બંનેના નામમાં શોભિત ઠાકોર અને સપના ગિલ છે. બંને પોતાના ઉપર લાગેલા આરોપ નકાર્યા છે અને પૃથ્વી શોએ સૌપ્રથમ તેમના ઉપર પ્રહાર કર્યો હતો તેઓ આરોપો મૂક્યો છે.
સપના દિલની વકીલે કહ્યું કે, ઝઘડાની શરૂઆત સૌપ્રથમ સપનાએ નહીં પરંતુ પૃથ્વી શોએ કરી હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પૃથ્વી શોના હાથમાં ડંડો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મુંબઈમાં આવેલી સહારા સ્ટાર હોટલની પાસે બની હતી. પૃથ્વી શો પોતાના મિત્રો સાથે ડિનર માટે એક રેસ્ટોરન્ટમાં ગયા હતા. આ દરમિયાન તેમનો એક ચાહક અને એક ફીમેલ ફેન તેમના ટેબલ પાસે આવી પહોંચ્યો હતો.
View this post on Instagram
આ ફિમેલ ફેન ક્રિકેટર સાથે સેલ્ફી લેવા લાગી હતી. આ દરમિયાન પૃથ્વી શો એ સેલ્ફી લેવાની ના પાડી હતી અને હોટલના માલિકને ફોન કરીને ફેન્સને હટાવવા માટે કહ્યું હતું. આ દરમિયાન હોટલના માલિકે ફેન્સને હટાવી દીધા હતા. પરંતુ ગુસ્સામાં ભરાયેલા બંને ચાહકો બહાર ઉભા રહીને પૃથ્વીની વાટ જોઈ રહ્યા હતા. આ નિવેદન પોલીસે આપ્યું છે.
Instagram model #SapnaGill and her men attacked #PrithviShaw‘s friend’s car with baseball bat after Shaw refused to take selfies with her. pic.twitter.com/PGZzlA0sE1
— Vishwajit Patil (@_VishwajitPatil) February 16, 2023
જાણવા મળી રહ્યું છે કે ત્યારબાદ આરોપીઓએ બેઝબોલનું ભેટ લઈને ક્રિકેટરની કારને ઘેરી લીધી હતી. અને કારની વિંગશીલ્ડ પર બેઝબોલના બેટ વડે પ્રહાર કર્યા હતા. આટલું જ નહીં પરંતુ આરોપીઓએ પૃથ્વી શોન મિત્રો પાસેથી 50000 રૂપિયા પણ માંગ્યા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment