હાલમાં લગ્નની સીઝન ચાલી રહે છે અને તમે ઘણા લગ્નના અવારનવાર વિડીયો સોશિયલ મીડિયા પર જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર વર્ષો પહેલાંનો એક લગ્નનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો જોઈને ઘણા લોકોને તો પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા છે.
તો ચાલો જોઈએ વર્ષો પહેલા કેવી રીતે લગ્ન થતાં અને કેવી રીતે જાન નીકળતી. વાયરલ થઈ રહેલો લગ્નનો વિડીયો અંદાજે 30 વર્ષ જૂનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, તે સમયની સૌથી બેસ્ટ કાર એટલે મારુતિ દેખાઈ રહી છે.
મારુતિ કારમાં વરરાજો બેઠેલો છે અને કારની પાછળ જાનૈયાઓ આવતા નજરે પડી રહ્યા છે. વર્ષો પહેલા ખૂબ જ ઓછા ખર્ચમાં સારા એવા લગ્ન થતાં ઉપરાંત લગ્નમાં વગર કામના ખર્ચા પણ કરવામાં આવતા નહીં. હાલના જમાનામાં તો લગ્નમાં ઘણા ખર્ચા વધી ગયા છે અને દેખાદેખીમાં લોકો લગ્ન કરી રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જાનમાં હાજર જાની આવો ગીત ગાઈ રહ્યા છે. વાયરલ થયેલો આ લગ્નનો વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
મિત્રો પહેલા તમામ હિન્દુ રીતી રિવાજ મુજબ લગ્ન થતાં અને આજે લગ્નની ઘણી વિધિઓ ફેરવી નાખવામાં આવી છે અને બીજું બધું પણ ઘણું ફેરવાઈ ગયું છે. વાયરલ થયેલો આ લગ્નનો વીડિયો antic.gujarati નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment