અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હિન્દુ લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે 22 જાન્યુઆરી પહેલા અમેરિકામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને એક રેલી યોજાઇ છે.
અમેરિકામાં રહેતા રામ ભક્તોએ પ્રભુ શ્રીરામની તસવીર અને ધ્વજ લઈને 350 જેટલી ગાડીઓ સાથે એક અનોખી રેલી કાઢી હતી. જેના કેટલાક ફોટા અને વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
હિન્દુ ધર્મના લોકો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા જ વિશ્વભરમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અને ઉજવણીઓ કરી રહ્યા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં અમેરિકામાં રહેતા રામ ભક્તોએ એક અનોખી રેલી કાઢી હતી.
જેના વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ થયેલા વિડીયો જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment