આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ, જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. છેલ્લા ઘણા સમયથી લિંગ પરિવર્તનના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. ત્યારે આજે આપણે તેવા જ એક કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ સમગ્ર ઘટના રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ડીગ શહેરમાં બની હતી. અહીં એક મહિલા પીટીઆઈ મીરાને તેની પોતાની સ્ટુડન્ટ કલ્પના સાથે પ્રેમ થઈ ગયો.
બંને વચ્ચે પાંચ વર્ષથી અફેર ચાલુ હતું. વધુમાં વાત કરીએ તો બંનેના લગ્ન માટે ઘરના સભ્યો પણ માની ગયા હતા. પોતાના પ્રેમને મળવા માટે મીરા લિંગ બદલીને આરવ બની ગઈ હતી. ત્રણ દિવસ પહેલા એટલે કે ચાર નવેમ્બરના 30 વર્ષીય આરવ અને 21 વર્ષીય કલ્પનાના લગ્ન થયા હતા. મળતી માહિતી અનુસાર 2013માં મીરા એટલે કે હાલમાં બનેલો આરવ સરકારી માધ્યમ શાળા, નાગલામાં પીટીઆઇની નોકરી મળી હતી.
આ શાળામાં કલ્પના નામની એક યુવતી ભણતી હતી. વર્ષ 2016માં કલ્પના ધોરણ 10 માં હતી અને આ દરમિયાન તેને કબડ્ડીમાં ભાગ લીધો હતો. અહીં કલ્પના અને મીરા એટલે કે આરવ વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. કલ્પના મીરાની સ્ટુડન્ટ પણ હતી. બે વર્ષ સુધી બંને વચ્ચે મિત્રતા ચાલતી હતી. વર્ષ 2018માં મીરાએ કલ્પનાને લગ્ન માટે પ્રપોઝ કરી હતી.
લગ્ન કરવા માટે કલ્પના માની ગઈ હતી. બંનેના લગ્નની સૌથી મોટી સમસ્યા એ હતી કે બંને છોકરીઓ હતી. જો બંને છોકરીઓના લગ્ન થાય તો પરિવાર અને સમાજના લોકો વિરોધ કરશે. તે વિચારીને 2019માં મીરાએ બદલવાનું વિચાર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મીરાના પિતાએ જણાવ્યું કે, તેમની ચાર છોકરીઓ છે.
પાંચમી મીરાએ તેમને ત્યાં જન્મ લીધો હતો. મીરા એ ક્યારેય પણ છોકરીઓના કપડા પહેર્યા નથી. તે નાનપણથી જ છોકરાઓ સાથે રમતી અને છોકરાઓ જેવા કપડાં પહેરતી હતી. 2010માં મીરા એ પહેલી વખત ટ્રાન્સજેન્ડરના સમાચાર વાંચ્યા હતા. ત્યારબાદ 2019 માં પહેલી વખત મીરાએ 25 ડિસેમ્બરના રોજ જેન્ડર ચેન્જ કરવાની પહેલી સર્જરી કરાવી હતી
ત્યારબાદ બીજી સર્જરી 2020માં કરાવી હતી અને ત્રીજી સર્જરી 2021માં કરાવી હતી. મીરાનું જેન્ડર ચેન્જ કરાવવાની વાતથી પરિવારના લોકોને કોઈ પણ પ્રકારનો વિરોધ ન હતો. જેન્ડર ચેન્જ કરાવ્યા બાદ મીરા છોકરો બની ગઈ હતી અને તેને પોતાનું નામ બદલીને આરવ કરી નાખ્યું હતું. ત્યારબાદ આરવ અને કલ્પનાએ 4 નવેમ્બર ના રોજ લગ્ન કરી લીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment