હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે સુરત શહેરમાંથી બનેલો એક ખૂબ જ સુંદર કિસ્સો સામે આવ્યો છે. કળિયુગના માણસો પોતાની બુદ્ધિ માતા અને ટેકનોલોજીની મદદથી ચાંદ અને મંગળ સુધી પણ પહોંચી રહ્યા છે.
ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે અને એવી ટેકનોલોજી પણ આવી ગઈ છે જેમાં લગ્ન કર્યા વગર મહિલાઓ માતા બની શકે છે. ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતની એક યુતે પોતાના માતા પિતાની સેવા કરવા માટે આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ યુવતીનું નામ ડિમ્પલ દેસાઈ છે અને તેની ઉંમર 40 વર્ષની છે. ડિમ્પલ દેસાઈ નાનપુરા વિસ્તારમાં પોતાના માતા પિતા સાથે રહે છે અને તેની મોટી બહેન દુબઈમાં સ્થાયી છે. માતા-પિતા પોતાની દીકરી ડિમ્પલ માટે એક સારો મુરતિયો ગોતતા હતા. ડિમ્પલ માટે તેમને અનેક છોકરાઓ જોયા પરંતુ યોગ્ય પાત્ર છોકરો ન મળતા ડિમ્પલે લગ્ન ન કરવાનું નક્કી કર્યું હતું.
ડિમ્પલ એ આજીવન લગ્ન ન કરવાનું અને પોતાના માતા પિતા ની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે ડિમ્પલ દેસાઈ 40 વર્ષની ઉંમરે લગ્ન કર્યા વગર બે દીકરાઓની માં બની ગઈ છે. ડિમ્પલ દેસાઈ બે જોડીયા દીકરાઓને જન્મ આપ્યો છે. તો ચાલો જાણીએ લગ્ન કર્યા વગર આવું કેવી રીતે શક્ય બન્યું.
પોતાની માં બનવાની ઈચ્છા પૂરી કરવા માટે ડિમ્પલ દેસાઈ IVF દ્વારા સિંગલ મધર બનવાનું નક્કી કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ ટેકનોલોજીની મદદથી અનેક ની:સંતાન દંપત્તિઓને સંતાન સુખ મળ્યું છે. ડિમ્પલ દેસાઈ પોતાના માતા પિતા, બહેન અને મિત્રોના સપોર્ટ થી IVF કરાવવાનો નિર્ણય લીધો હતો.
ભગવાનની કૃપાથી આ આધુનિક ટેકનોલોજીના કારણે લગ્ન કર્યા વગર ડિમ્પલ દેસાઈ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. દીકરાઓનો જન્મ થતા જ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે ડિમ્પલ દેસાઈ દરેક મહિલાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment