પ્રભુ શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તમામ હિન્દુ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના અલગ અલગ ખૂણેથી કેટલીક કિંમતી વસ્તુઓ અયોધ્યા પહોંચી રહે છે. ત્યારે ગુજરાત તરફથી વધુ એક અનોખી ભેટ રામ મંદિરમાં અર્પણ કરવામાં આવશે.
જાણવા મળી રહ્યું છે કે, જય ભોલે ગ્રુપ દ્વારા પંચધાતુનું એક અનોખું તીર તૈયાર કરવામાં આવ્યું છે. 5 ફૂટ લાંબુ અને સાડા 11 કિલોનું આ તીર અયોધ્યામાં બની રહેલા રામ મંદિરોમાં ભેટમાં આપવામાં આવ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ તીર 5 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ તીરની ધાર્મિક વિધિ વિધાનો સાથે અંબાજી મંદિરમાં પૂજા કરવામાં આવી છે.
આ તીરના કેટલાક ફોટા પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ તીર પ્રભુ શ્રીરામના ચરણોમાં અર્પણ કરાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment