હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહે છે. આ દરેક માતા-પિતા માટે એક ચેતવણી રૂપ સમાન કિસ્સો છે. આ ઘટનામાં બુધવારના રોજ મોડી સાંજે ઘરની બહાર રમી રહેલા બે વર્ષના માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. વિગતવાર વાત કરીએ તો, દિપક સિંહ નામના વ્યક્તિનો બે વર્ષનો માસુમ દિકરો રાજવીર સિંહ બુધવારના રોજ મોડી સાંજે ઘરની બહાર રમી રહ્યો હતો.
રમતા રમતા તે ઘરની બાજુમાં આવેલી પાણીની ટાંકી પાસે પહોંચ્યો હતો. અહીં રાજવીર પાણીની ટાંકી ની અંદર ડૂબી ગયો હતો, જેના કારણે તેનું તડપી તડપીને મોત થઈ ગયું હતું. રાજવીરનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશના જોનપુરના સુજાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ધામટપુરા ગુવાનવા ગામમાંથી સામે આવી રહે છે.
વિગતવાર વાત કરીએ તો, ગામમાં રહેતા દિપક સિંહના ઘરની બાજુમાં એક નાનકડી એવી પાણીની ટાંકી બનાવેલી છે. ત્યારે ગઈકાલે મોડી સાંજે દીપક સિંહનો બે વર્ષનો દીકરો રાજવીર રમતા રમતા પાણીની ટાંકી પાસે પહોંચ્યો હતો અને અહીં તે પાણીથી ભરેલી ટાંકીમાં પડી ગયો હતો.
થોડાક સમય બાદ પરિવારના સભ્યોએ જ્યારે રાજવીરને જોયો નહીં એટલે તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન પરિવારના સભ્યો રાજવીરને શોધતા શોધતા પાણીની ટાંકી પાસે પહોંચ્યા હતા. ત્યારે ટાંકીની અંદરથી રાજવીર ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો. પછી તો રાજવીરને તાત્કાલિક પાણીની ટાંકીમાંથી બહાર કાઢીને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો.
અહીં માત્ર બે વર્ષના બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યું હતું. રાજવીરના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. માત્ર બે વર્ષનો રાજવીર પોતાના માતા-પિતાનો એકનો એક દીકરો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment