હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બોરવેલમાં પડી ગયેલી અઢી વર્ષની બાળકીનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર 8 કલાક બાદ બાળકીને બોરવેલ માંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યાર પછી એમ્બ્યુલન્સની મદદથી બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે બાળકીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.
આ ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર બાળકીને હોસ્પિટલ લાવ્યા તેના ત્રણ ચાર કલાક પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે જ્યારે બાળકીને બોરવેલ માંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના હાથ પગ જકડાઈ ગયા હતા. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના મૃત્યુના 10 12 કલાક પછી આવું થાય છે.
પરંતુ ભીની માટીના કારણે બાળકીના મૃત્યુ પછી તેનું શરીર જકડાઈ ગયું હતું. એવું હાલમાં માનવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બોરવેલ ની અંદર જ બાળકીનું મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર અઢી વર્ષની અસ્મિતા નામની બાળકી સવારે 10:00 વાગ્યાની આસપાસ ઘરના આંગણમાં રમી રહી હતી. રમતા રમતા માસુમ દિકરી બોરવેલની અંદર પડી ગઈ હતી.
જ્યારે બાળકીના પિતાએ તેને બોલાવી ત્યારે બાળકે બોરવેલ ની અંદરથી જવાબ આપ્યો હતો. મળતી માહિતી અનુસાર બાળકી લગભગ 13 ફૂટ નીચે બોરવેલ માં ફસાઈ ગઈ હતી. ત્યારબાદ બચાવ ટીમને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જ્યારે બાળકીને બચાવવાની કામગીરી શરૂ હતી. ત્યારે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. જેના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે બાળકીને 8 કલાક બાદ બોરવેલ માંથી બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે બાળકીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. દીકરીને મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment