શનિદેવના દર્શન કરવા જતા 3 મિત્રો સહિત એક ટ્રક ડ્રાઇવરનું અકસ્માતમાં કરોડ મોત… હાઇવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો…

શુક્રવારના રોજ મોડી રાત્રે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ત્રણ મિત્રો અને એક ટ્રક ચાલકનું મોત થયું છે. અકસ્માત આટલો ભયંકર હતો કે વાતાવરણ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટના મથુરામાં દિલ્હી-આગ્રા નેશનલ હાઈવે પર બની હતી. કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે કારમાં સવાર પાંચ મિત્રો શનિદેવના દર્શન કરવા માટે અલીગઢથી કોકીલાવન જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પાંચ મિત્રોમાંથી ત્રણ મિત્રોના મોત થયા હતા. અકસ્માત આટલો ભયંકર હતો કે કારનો ભાંગીને ભૂકો થઈ ગયો હતો.

આ અકસ્માતની ઘટનામાં નિવિધ બંસલ, આલોક દયાલ, આકાશ અને ટ્રક ડ્રાઇવર અજીત કુમારનું મોત થયું છે. જ્યારે કમલ વર્મા અને વિશાલ વર્મા નામના બે યુવકો અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે હાઈવે રોડ પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર અથડાઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*