મિત્રો ઉત્તર પ્રદેશના કાશીનગર જિલ્લામાં પોલીસ પર જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં પશુ તસ્કરોએ એક પોલીસ કોન્સ્ટેબલને હાઈવે પર જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજયુ હતું. સમગ્ર ઘટનાને લઇને પોલીસે આરોપી પશુ તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર હાઈવે પર પશુ તસ્કરોએ પોતાનું પીકઅપ વાહન એક પોલીસ હેડ કોન્સ્ટેબલ પર ચઢાવી દીધું હતું. આ ઘટના મંગળવારના રોજ મોડી રાત્રે બની હતી. આ ઘટનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેથી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હેડ કોન્સ્ટેબલે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ મૃતક પોલીસ કર્મીના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 35 વર્ષ ધરમવીર યાદવ નામના પોલીસ હેડ કોન્સ્ટેબલ નું મૃત્યુ થયું હતું.
ધરમવીર યાદવ 2005થી પોલીસ વિભાગમાં કાર્યરત હતા. તેઓ જિલ્લાના તેર્યાસુજન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવતા હતા. મંગળવારના રોજ પોલીસને માહિતી મળી હતી કે, NH 28 પર પશુ તસ્કરો સક્રિય છે. પશુ તસ્કરોને પકડવા માટે પોલીસની ટીમ અલગ અલગ જગ્યાએ તેના થઈ ગઈ હતી.
હેડ કોન્સ્ટેબલ ધરમવીર યાદવ પણ પોલીસ ટીમ સાથે તપાસ કરવા જોકવા બજાર પહોંચ્યા હતા. અહીં તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ યાદવે પ્રાણીઓથી ભરેલું એક પિકઅપ વાહને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન પશુ તસ્કરોએ હેડ કોન્સ્ટેબલ ધરમવીર યાદવને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ કારણોસર હેડ કોન્સ્ટેબલ ધરમવીર યાદવ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હેડ કોન્સ્ટેબલના મૃત્યુના મામલે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment