બે બાઇક વચ્ચે જબરદસ્ત ટક્કર થતા સર્જાયો અકસ્માત, 13 વર્ષના એક બાળકનું કરૂણ મૃત્યુ…

Published on: 5:35 pm, Fri, 22 October 21

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે બગદાણા નજીક તળાજા ચોકડી પાસે રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહુવા તાલુકાના ખારી ગામના એક બાળકનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતા બગદાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને બાઇક ચાલકની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી હતી. મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના ગામે રહેતા અમરશીભાઈ ધીરુભાઈ બારૈયા તેના પડોશમાં રહેતા 13 વર્ષીય વિજય ધીરુભાઈ વાઘેલા સાથે બગદાણા દર્શન કરવા માટે આવ્યા.

અને ત્યારબાદ તેઓ દર્શન કર્યા બાદ તળાજા ચોકડી પાસે આવેલા પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવીને બાઈક પર રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી એક બાઈકે તેમની બાઇકને ટક્કર લગાવી હતી.

અકસ્માતમાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેઓને સારવાર માટે સૌપ્રથમ સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી મહુવા હનુમત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં વિજય ધીરુભાઈ વાઘેલા નામના બાળકને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને અમરશીભાઈ ધીરુભાઈ બારૈયાએ બગદાણા પોલીસમાં GJ 06 CA 3756 નંબરની બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો વિજય ધોરણ આઠ માં ભણતો હતો. મૃત્યુ પામેલા વિજય ના પિતા 5 થી 6 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. મળતી માહિતી અનુસાર વિજય તેના ત્રણ ભાઈઓ અને એક બહેન તથા માતા સાથે ખારી ગામમાં રહેતો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે બાઇક વચ્ચે જબરદસ્ત ટક્કર થતા સર્જાયો અકસ્માત, 13 વર્ષના એક બાળકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*