માંતેલા સાંઢની માફક પુરપાટ ઝડપે આવતા ટ્રેલરની નીચે ટ્રેક્ટર સેન્ડવીચ બની ગયું, 2 લોકોના ઘટના સ્થળે મોત અને 15 લોકો… મોતની ચિચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠ્યો…

Published on: 11:14 am, Tue, 21 March 23

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડિયાના અખીયાણા ગામની નજીક બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં મજૂરો ભરીને ખેતરે જઈ રહેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર હતા, ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે હાઈવે રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે 15 જેટલા મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બની આ બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને 108 ની મદદ થી સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.

આ ઘટનામાં એક મજૂર અને એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર ઉપર આખો ટ્રક ચડી ગયો હતો. વિગતવાર વાત કરીએ તો મજૂરોથી ભરેલું ટ્રેક્ટર જઈ રહ્યું હતું. આ દરમિયાન પૂરવાર ઝડપે આવતા ટ્રેલર ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે બેકાબુ બનેલા ટ્રેલરે ટ્રેક્ટર ને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર અટકી કે ટ્રેક્ટરમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 15થી પણ વધુ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતના પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની વાયરલ થઈ રહેલી તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર અને ટ્રોલી સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો બોલી ગયા છે.

મળતી માહિતી અનુસાર સામેથી આવતા ટ્રેલરે ટ્રેક્ટરને જોરદાર ટક્કર લગાવી હતી. હાલમાં તો હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર ચાલુ છે અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતા મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માંતેલા સાંઢની માફક પુરપાટ ઝડપે આવતા ટ્રેલરની નીચે ટ્રેક્ટર સેન્ડવીચ બની ગયું, 2 લોકોના ઘટના સ્થળે મોત અને 15 લોકો… મોતની ચિચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠ્યો…"

Leave a comment

Your email address will not be published.


*