કૃષિ ઉત્પાદન બજારમાં જઈ રહેલા ટ્રેક્ટરને રસ્તામાં નડ્યો અકસ્માત, બે લોકોના રિબાઈ રિબાઈને મોત… બંનેના મૃતદેહને ટુકડે ટુકડા થઈ ગયા…

Published on: 11:44 am, Tue, 29 November 22

આજકાલ સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનાના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ટ્રક સાથે ટ્રેક્ટર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં ટ્રેક્ટરના અનેક ટુકડા થઈ ગયા હતા.

અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર બે લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના સોમવારના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ બારન જિલ્લાના ભવરગઢ વિસ્તારના બંસથુની ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર એક ખેડૂત ટ્રેક્ટર-ટ્રોલીમાં મકાઈ લઈને બારાન કૃષિ ઉત્પાદન બજારમાં જઈ રહ્યા હતા.

ત્યારે અચાનક જ ટ્રેક્ટરની સામે રસ્તા ઉપર ઢોર આવી જતા ટ્રેકટર ચાલકે ટ્રેક્ટરની બીજી ડીસામાં ફેરવ્યું હતું. ત્યારે પાછળથી આવી રહેલા એક મોટા ટ્રકે ટ્રેક્ટર અને ટ્રોલીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટર ટ્રોલી અને ટ્રક રોડ ની સાઈડ માં ઉતરી ગયા હતા. અકસ્માત આટલો ગંભીર હતો કે ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા.

અકસ્માતની ઘટનામાં 32 વર્ષીય સતીશ મહેતા અને 60 વર્ષીય બાલુ જાટવ નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. બંને ટ્રોલીની નીચે કચડાઈ જવાના કારણે બંનેના મૃતદેહ નાથ ચિંથતા નીકળી ગયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર સવાર રવિ મહેતા નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પણ ચોકી ઉઠી હતી. અકસ્માતની ઘટના બની ત્યારે સતીષ મહેતા ચલાવી રહ્યા હતા. સતીશ મહેતાના મૃત્યુના કારણે એક 15 વર્ષ અને 12 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સતીશ મહેતા ખેતી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કૃષિ ઉત્પાદન બજારમાં જઈ રહેલા ટ્રેક્ટરને રસ્તામાં નડ્યો અકસ્માત, બે લોકોના રિબાઈ રિબાઈને મોત… બંનેના મૃતદેહને ટુકડે ટુકડા થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*