સુરત શહેરની એક ખૂબ જ દુઃખ દાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના નવાગામ ડીંડોલીમાં એક માસૂમ બાળકની ઝાડા ઉલ્ટીમાં પોપ-અપ ફટાકડો નીકળ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઇને ડોક્ટર પણ આશ્ચર્યમાં પડી ગયા હતા અને તેના કારણે ડોક્ટરોએ મૃત્યુનું સાચુ કારણ જાણવા માટે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસને જાણ કરી હતી. રાજ શર્માએ જણાવ્યું કે તે બાળક માટે પોપઅપ ફટાકડાં લાવ્યો હતો. તે ફટાકડો કયા સમયે માસૂમ બાળક ખાઈ ગયો તેની ખબર નથી.
આ ચોંકાવનારો કિસ્સો સામે આવતા જ ડોક્ટરોએ લોકોને જાગૃત રહેવાનો સંદેશો આપ્યો છે. મૃત્યુ પામેલા બાળકના પિતા રાજ શર્માએ જણાવ્યું કે તેઓ આઠ મહિના પહેલા જ બિહારથી સુરત આવ્યા હતા ઉપરાંત તેઓ સુથાર કામ કરીને પોતાની પત્ની, ત્રણ વર્ષનો મોટો પુત્ર શોર્ય અને બે વર્ષની દીકરીનું ગુજરાન ચલાવતા હતા.
ત્યારે 24 કલાક પહેલા અચાનક જ શોર્ય બીમાર પડયો હતો. તેથી રાજ શર્મા તેના પુત્રને નજીકના ડોક્ટર પાસે સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન ઝાડા બાદ અચાનક ઊલટી શરૂ થતા રાજશર્મા આચાર્ય માં પડી ગયા. ત્યારે આજરોજ વહેલી સવારે ઉલટી માંથી પોપ-અપ ફટાકડો નીકળી આવ્યો હતો.
આ સમગ્ર દ્રશ્ય જોઈને રાજ શર્મા ની પત્ની અંજલી ચોંકી ગઈ હતી. આ ઘટના બનતા જ રાજ શર્મા એ તાત્કાલિક ડૉક્ટરને ફોન કર્યો હતો. માસુમ બાળકને સ્થાનિક ક્લિનિકમાં બોટલ ચડાવી ને તેને વધુ સારવાર માટે તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં વાસુ નું બાળક મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને ડોક્ટર પણ વિચારમાં પડી ગયા હતા અને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે ડૉક્ટરે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું અને આ સમગ્ર ઘટનાને લઇને પોલીસને જાણ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment