હાલમાં વાવાઝોડા ના કારણે ખેતીમાં ઘણું નુકસાન થયું છે, ખેતીમાં નુકસાન થવાના કારણે હાલમાં ટમેટાના ભાવ ખૂબ જ વધી ગયા છે. કર્ણાટકમાં એક મહિલાના ખેતરમાંથી 2.5 લાખ રૂપિયા ના ટમેટાની ચોરી થઈ. ચાર જુલાઈની રાત્રે હાસન જિલ્લાના ગોની સોમનાહલ્લી ગામમાં પહોંચ્યા અને ખેતરમાંથી 60 થેલીઓ ટમેટા લઈને ફરાર થઈ ગયા.
મહિલા ખેડૂત ધારીણીની ફરિયાદના આધારે હલેબીડુ પોલીસ સ્ટેશનમાં ચોરી નો ગુનો નોંધવામાં આવ્યો છે. ધારીણીએ જણાવ્યું કે આ ચોરી ત્યારે થઈ જ્યારે ટમેટાની કિંમત 120 રૂપિયા પ્રતિ કિલોથી ઉપર હતી. ધારિણી પાક લણણી કરીને તેને બેંગ્લુરના બજારમાં લઈ જવાની તૈયારી કરી રહી હતી.
ધારીણી ના જણાવ્યા મુજબ તેણીને કઠોળના પાકમાં નુકસાન થયું હતું, ત્યારબાદ તેને ટમેટા ઉગાડવા માટે લોન લીધી હતી. ટમેટાનો પાક સારો હતો અને હાલમાં તેનો ભાવ પણ ઊંચો હતો, હલે બીડુ પોલીસે કહ્યું અમે સોપારી અન્ય અને વ્યવસાયી પાકની ચોરી વિશે સાંભળ્યું હશે.
પરંતુ ક્યારેય સાંભળ્યું નથી કે કોઈએ ટામેટાની ચોરી કરી છે, અમારા પોલીસ સ્ટેશનમાં આવો કેસ પહેલીવાર નોંધાયો છે. ધારીણીના પુત્ર એ રાજ્યના સરકારને વળતર માટે વિનંતી પણ કરી છે. તેના પરિવાર સાથે બે એકર જમીનમાં તેણીએ ટામેટા ઉગાડ્યા હતા. અન્ય રાજ્યોની જેમ કર્ણાટકમાં પણ ભૂતકાળમાં ટામેટાના ભાવમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે.
બેંગ્લોરમાં ટામેટાના ભાવ રૂપિયા 101 થી રૂપિયા 121 પ્રતિ કિલો છે. માર્ચ અને એપ્રિલમાં તાપમાનમાં અચાનક વધારો થવાને કારણે આ ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે. આ ઉનાળાથી ટામેટાના પાક પર જીવાતો નો હુમલો થયો છે જેના કારણે ઉપજમાં ઘટાડો થયો છે અને બજારમાં ભાવમાં વધારો થયો છે. આથી હાલમાં બજારમાં ટામેટાનો ભાવ રૂપિયા કિલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment