સુરત શહેરમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે ગઈકાલે રાત્રે એક દર્દનાક ઘટના બની છે. અહીં શિવાલિક સોસાયટીમાં રહેતા રાકેશભાઈ નામના વ્યક્તિ પોતાની પત્ની અને દીકરા-દીકરી સાથે બેડરૂમમાં સુતા હતા.
આ દરમિયાન ઘરમાં ચોરી કરવાના ઇરાદે આવેલા ઈસમે રાકેશભાઈ નું મોઢું અને ગળું દબાવીને તેમનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ રાકેશભાઈની પુત્રી અને પત્ની જાગી ગયા હતા. ત્યારે ચોરોએ તેમને ધમકાવીને ચૂપ કરી દીધા હતા. પછી ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા અને લેપટોપ સહિત અઢી લાખ રૂપિયા ચોરીને ભાગી ગયા હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.મળતી માહિતી અનુસાર શિવાલિક સોસાયટીમાં શાળામાં ક્લાર્ક તરીકે નોકરી કરતા રાકેશભાઈ પોતાના પરિવાર સાથે રાત્રે શાંતિથી સૂતા હતા.
ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી. રાત્રે ચોર તેમના ઘરમાં ઘૂસીયા ત્યારે રાકેશભાઈ જાગી ગયા હતા. પછી તો રાકેશભાઈ અને ચોર વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. ઝપાઝપીમાં ચોરે રાકેશભાઈનું મોઢું અને ગળું દબાવીને તેમનો જીવ લઇ લીધો હતો.
આ દરમિયાન રાકેશભાઈ ની બાર વર્ષની દીકરી અને તેમના પત્ની જાગી ગયા હતા. ત્યારબાદ ચોરે બંનેને ધમકી આપીને તેમને ચૂપ કરાવી દીધા હતા. પછી ઘરમાંથી ચોરી કરીને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.
ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાકેશભાઈનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment