આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. અમુક કિસ્સાઓ તો એવા હોય છે કે જે જોઈને કે સાંભળીને આપણે ધ્રુજી જઈએ છીએ. અમુક અકસ્માત ના કિસ્સા એવા હોય છે કે જેમાં લોકોનો ચમત્કારિક બચાવ થઈ જાય છે.
પરંતુ ઘણા અકસ્માતો તો એવા હોય છે જેમાં લોકોના મોત નીપજે છે, હાલમાં આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મહાબંદર કંડલા ખાતે આવેલા જહાજમાં અનલોડિંગ માટે ક્રેનની મદદથી હાઇડ્રા ને જહાજ ની અંદર ઉતારતી વખતે મોટી દુર્ઘટના ઘટતા ટળી હતી.M.V. કોપન હેગલ ઇગલ નામનું જહાજ કંડલા પોર્ટ ની જેટી નંબર છ ખાતે બર્થ થયું હતું.
ત્યારબાદ જહાજમાં રહેલા માલ સામાન ના અનલોડીંગ માટે સ્થિત મહાકાય ક્રેન દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું હતું. મહાકાય ક્રેન દ્વારા બેલ્ટ બાંધી હાઈડ્રા મશીનને જહાજની અંદર લઈ જવાની કામગીરી શરૂ કરાઈ હતી. એ દરમિયાન બેલ્ટ તૂટી જતા હાઇડ્રા ક્રેન પટકાયું હતું,
હાઇડ્રા ક્રેનને જહાજમાં ચડાવતી વખતે એવી ભયંકર ઘટના બની કે… વીડિયો જોઈને હૈયુ કંપી ઉઠશે… pic.twitter.com/vDRA9HbCE8
— GUJJU ROCKZ (@gujju_rockz) August 26, 2023
જોકે સદનસીબે એ સમયે જેટી પર કોઈ હાજર ન હતા. આથી મોટી જાનહાની ટળી હતી, હાઇડ્રા ક્રેનમાં રહેલા ક્રેન ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ થતાં તંત્રએ રાહત નો શ્વાસ લીધો હતો.
આ અંગે દિન્યાય પોર્ટ ઓથોરિટીના પી.આર.ઓ ઓમ પ્રકાશ દદલાનીએ વિગતો આપતા જણાવ્યું હતું કે મહાબંદર કંડલા ખાતે છ નંબરની જેટી પર આવેલા જહાજમાં અન લોડીંગ માટે ટ્રેનની મદદથી હાઈડ્રાને જહાજ ની અંદર ઉતારતી વખતે મોટી ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડ્રાઇવરનો પણ ચમત્કારી બચાવ થઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment