હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક પરિવાર સાથે કંઈક એવું બન્યું કે આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે, ગેસ સિલિન્ડર લીક થવાના કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં પરિવારના સાત સભ્યોમાંથી પાંચ સભ્યોનું કરુણ મોત થયું છે.
એક જ સાથે પરિવારના પાંચ સભ્યોનું રિબાઈ રિબાઈને મોત તથા ચારેય બાજુમાંતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના રવિવારના રોજ લગભગ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના હરિયાણાના જલંધરના પશ્ચિમ અવતાર નગર શેરી નંબર 12માં બની હતી.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, પરિવારના સભ્યો રાત્રે જમ્યા બાદ ધાબા પર ગયા હતા. ત્યારે અચાનક જ ઘરમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. પછી ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ તો ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
સૌપ્રથમ બાળકોને ઘરમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં 15 વર્ષની એક છોકરી અને એક 12 વર્ષનો છોકરો ગંભીર રીતે દાજી ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડે તે પહેલા તો રસ્તામાં જ બંનેનું મોત થઈ ગયું હતું. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા અન્ય ત્રણ સભ્યોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને પણ અંતિમ શ્વાસ લીધા હતા. આ ભયંકર અકસ્માતની ઘટનાના કારણે પરિવારના સાત સભ્યોમાંથી પાંચ સભ્યોના એક સાથે કરુણ મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં સિલિન્ડર લીક થયો હતો અને પછી આગ લાગી ઉઠી હતી.
આ ઘટનામાં યશપાલ સિંહ, રુચિ, દિયા, મંશા અને અક્ષય નામના પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા ઇન્દ્રપાલસિંહની હાલત હાલમાં ખૂબ જ નાજુક છે અને તેમની સારવાર ચાલુ છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment